મુંબઈ-રાયપુરઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (Maharashtra Assembly Election) દરમિયાન વોટિંગ વચ્ચે બિટકોઈન (Bitcoin) વિવાદ વકરી રહ્યો છે. બિટકોઈન વિવાદ મામલે ઈડીની (ED) ટીમે રાયપુરમાં ગૌરવ મહેતા (Gaurav Mehta)ના ઘરે દરોડા પાડ્યા હતા. અહીં દસ્તાવેજો સહિત સમગ્ર ઘરની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ગૌરવ મહેતાની એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)નાં નેતા સુપ્રિયા સુળે અને કોંગ્રેસ નેતા નાના પટોલે સાથેની વાતચીતનો ઓડિયો અને સ્ક્રીનશોટ પણ વાયરલ થયો છે. ભાજપે તેનો ઓડિયો અને સ્ક્રીનશોટ શેર કર્યા છે.
આ પણ વાંચો: ભાજપે કોંગ્રેસ-એનસીપી(એસપી) પર બિટકોઈન કૌભાંડના આરોપ લગાવ્યા, સુપ્રિયા સુળે આપ્યો જવાબ
બિટકોઈ કૌભાંડના સંદર્ભમાં મહારાષ્ટ્ર અને પંજાબમાં 40 જેટલી એફઆઈઆર નોંધવામાં આવી છે. આ તપાસ 2018માં શરૂ થઈ હતી. અમિત ભારદ્વાજ આ કેસનો માસ્ટરમાઈન્ડ હતો. તેણે લોકોને બિટકોઇનમાં રોકાણ કરવાનું કહીને છેતરપિંડી કરી હતી, ત્યાર બાદ રોકાણકારોના પૈસા ડૂબી ગયા હતા. કૌભાંડ બાદ ભારદ્વાજ દુબઈ ભાગી ગયો હતો, જ્યાંથી તેનો દેશનિકાલ કરવામાં આવ્યો હતો. તેની સામે રાજ્યના વિવિધ પોલીસ મથકોમાં કેસ નોંધવામાં આવ્યા છે.
અમિત ભારદ્વાજનું 2022માં નિધન
અમિત ભારદ્વાજનું જાન્યુઆરી 2022માં હાર્ટ એટેકથી અવસાન થયું હતું. સિમ્પી ભારદ્વાજ, અમિત ભારદ્વાજની ભાભી અને અજય ભારદ્વાજની પત્ની હતી. ઈડીએ વર્ષ 2024માં અમિત ભારદ્વાજ અને તેમના પરિવાર વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ કરી હતી.. અમિત તેની કંપની વેરિયેબલ ટેક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા મલ્ટિ લેવલ માર્કેટિંગના નામે લોકોને બિટકોઇનમાં રોકાણ કરાવતો હોવાનો આરોપ લગાવ્યો હતો. આ દિશામાં તેમની કંપનીએ 2017માં 6600 કરોડ રૂપિયાના બિટકોઇન એકત્ર કર્યા હતા. 2018માં આઈપીએસ રવિન્દ્રનાથ પાટિલને મહારાષ્ટ્રમાં આ છેતરપિંડીની તપાસમાં સામેલ કરવામાં આવ્યા હતા અને વર્ષ 2022માં આ કૌભાંડમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. રવિન્દ્રનાથે જેલમાં ગયા પછી ગૌરવ મહેતાએ જુબાની આપી હતી અને આ કેસમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
છેતરપિંડીમાં બિટકોઈન ગાયબ થયા
એમાં એવો આક્ષેપ કરવામાં આવે છે કે આ ક્રિપ્ટોકરન્સી સાયબર છેતરપિંડીમાં બિટકોઇન પણ ગાયબ થઈ ગયા છે. પાછળથી 2018માં જાહેર કરવામાં આવ્યું હતું કે ક્રિપ્ટોકરન્સી વોલેટ જે મળી આવ્યું હતું, તેમાં લાખો બિટકોઇન્સ હતા. 2 આઈપીએસ અધિકારી પૈકી ભાગ્યશ્રી અને અમિતાભ ગુપ્તાએ કરોડો રૂપિયાના બિટકોઇન જપ્ત કર્યા હતા અને ત્યાં એક નકલી વૉલેટ રાખ્યું હતું જેમાં કોઈ પૈસા નહોતા.
ઓડિયો ક્લિપમાં મારો અવાજ નથીઃ સુપ્રિયા સુળે
સુપ્રિયા સુળેએ બિટકોઈન પર ચાલી રહેલા વિવાદ પર સ્પષ્ટતા આપતાં કહ્યું હતું કે મીડિયામાં ચાલી રહેલી ઓડિયો ક્લિપમાં તેમનો અવાજ નથી. આ અંગે તેમણે સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી હતી. સુપ્રિયાએ કહ્યું કે, ભાજપના પ્રવક્તાએ પ્રેસ કોન્ફરન્સ કરી. મને અનેક લોકોએ ફોન કર્યા હતા. મેં સુધાંશુ ત્રિવેદી સામે માનહાનિનો દાવો કરીશ .બીજેપીએ સુપ્રિયા સુલે તથા નાના પટોલે પર બિટકોઈન ટ્રાન્ઝેકશનનો આરોપ લગાવ્યો હતો. સુપ્રિયા સુળેએ વધુમાં કહ્યું હતું કે હું સુધાંશુ ત્રિવેદીના પાંચ સવાલોના જવાબ આપવા તૈયાર છું.
આ પણ વાંચો: ‘આ અવાજ મારી બહેનનો જ છે…’ બિટકોઈન ઓડિયો ક્લિપ્સ મામલે અજિત પવારનો દાવો
ભાજપ નેતાએ લગાવ્યા હતા આરોપ
ભાજપના નેતા સુધાંશુ ત્રિવેદીએ આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરીને વોટિંગ પહેલા મહાવિકાસ અઘાડી પર ગંભીર આરોપ લગાવ્યો હતો. તેમણે કોંગ્રેસને સવાલ કર્યો કે શું આ બિટકોઈન કોઈ ટ્રાન્ઝેક્શનમાં સામેલ છે. આ ઉપરાંત બીજેપી નેતાએ સુપ્રિયા સુલે અને નાના પટોલે પર ગંભીર આરોપ લગાવ્યા હતા.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને