ભુજઃ સરહદી કચ્છના બંદરીય માંડવી તાલુકાના વિઢ ગામની પંચાયતી પ્રાથમિક શાળાનો ઈન્ચાર્જ શિક્ષક નાનકડાં બાળ વિદ્યાર્થીઓને કથિત રીતે પોતાના સ્માર્ટફોનમાં ફોનમાં અશ્લીલ ફોટો-વીડિયો બતાવતો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવતાં ભારે ચકચાર મચી ગઈ હતી.
આ પણ વાંચો: Ahmedabad ના પૂર્વ વિસ્તારની સ્કૂલમાં વિદ્યાર્થીને ઢોર માર મારવાની ઘટના,શિક્ષક સસ્પેન્ડ
ગામના સરપંચ મહેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, શાળાના મુખ્ય શિક્ષક રજા પર હોઈ નજીકના બાંભડાઈની પ્રાથમિક શાળાનો શિક્ષક પંચાયતી પ્રાથમિક શાળામાં ભણાવવા માટે આવતો હતો.
આ પણ વાંચો: બોટાદ જિલ્લાની પ્રાથમિક સ્કૂલમાં વિદ્યાર્થિની સાથે દુષ્કર્મના કિસ્સામાં શિક્ષક પકડાયો
વિકૃત માનસના આ શિક્ષકે કેટલાંક છાત્રોને પોતાના સ્માર્ટ ફોનમાં રહેલાં બિભત્સ ફોટોગ્રાફ-વીડિયો બતાડ્યાં હતાં. ચિંતાજનક બાબત વાલીઓ સુધી પહોંચતા મોટી સંખ્યામાં વાલીઓ રોષભેર શાળાએ એકઠા થયા હતાં. જો કે, શિક્ષકને આગોતરી ગંધ આવી જતાં શાળાને અલીગઢી તાળા મારીને તે નાસી છૂટ્યો હતો.
અગાઉ પણ કરી ચૂક્યો છે આવી હરકત
ગામના સરપંચે જણાવ્યું કે, બાંભડાઈમાં પણ તપાસ કરાવી પરંતુ આ શિક્ષક ત્યાં પણ જોવા મળ્યો નથી, તેનો મોબાઈલ પણ બંધ થઈ ગયો છે. આ શિક્ષક અગાઉ બાંભડાઈમાં પણ આવી અશ્લીલ હરકત કરી ચૂક્યો હોવાનું ગામ લોકોએ જણાવ્યું હતું. ઘટના અંગે તાલુકા શિક્ષણાધિકારી કમલેશ ખટારિયાને જાણ કરવામા આવી હતી અને ગઢશીશા પોલીસ મથકે ફરિયાદ અરજી આપવામાં આવી હતી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને