Only the CM and 2  lawman  CMs volition  instrumentality     oath. IMAGE BY NEWSDRUM

મુંબઈ: શિવસેનાના નેતા ઉદય સામંતે બુધવારે એવી સ્પષ્ટતા કરી હતી કે, મુંબઈના આઝાદ મેદાનમાં પાંચમી ડિસેમ્બરે યોજાનારા શપથ ગ્રહણ સમારોહ દરમિયાન માત્ર મુખ્ય પ્રધાન અને બે નાયબ મુખ્ય પ્રધાનો જ શપથ લેશે.
તેમણે કહ્યું કે કેબિનેટ અને પોર્ટફોલિયોની કાર્યપદ્ધતિ પર નિર્ણય પછી લેવામાં આવશે.

સામંતે એમ પણ કહ્યું હતું કે શિવસેનાના કાર્યકર્તાઓ, વિધાનસભ્યો અને સાંસદોની ઈચ્છા છે કે મહારાષ્ટ્રના રખેવાળ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે નાયબ મુખ્ય પ્રધાન હોવા જોઈએ, જેના પરથી એવો સંકેત મળે છે કે તેઓ આ પદને સ્વીકારવા માટે હજી સુધી તૈયાર નથી.

ફડણવીસને બુધવારે સર્વસંમતિથી મહારાષ્ટ્ર ભાજપ વિધાનસભ્ય દળના નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા, જેનાથી ત્રીજી વખત રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે શપથ લેવાનો ફડણવીસનો માર્ગ ખૂલી ગયો હતો.

આપણ વાંચો: દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના 31મા મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે, ભૂતકાળના મુખ્ય પ્રધાનોની યાદી

શપથ ગ્રહણ સમારોહ ગુરુવારે દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને એનડીએના મુખ્ય પ્રધાનોની હાજરીમાં યોજાશે.

સામંતે કહ્યું હતું કે, ‘હવે મારી પાસે માહિતી છે કે સીએમ અને બે ડેપ્યુટી સીએમ શપથ લેશે. આગળનો નિર્ણય (કેબિનેટની રચના અને પોર્ટફોલિયોની ફાળવણી) ત્રણેય નેતાઓ (ફડણવીસ, શિંદે અને એનસીપી ચીફ અજિત પવાર) દ્વારા લેવામાં આવશે.’

‘એકનાથ શિંદેની ઈચ્છા કરતાં પણ વધુ, અમે – લગભગ 60-61 વિધાનસભ્યો – ઈચ્છીએ છીએ કે તેઓ (શિંદે) સરકારમાં અમારું નેતૃત્વ કરે. આ અમારું મક્કમ વલણ છે. આના પર કોઈ જો-તો નથી. શિંદેએ નાયબ મુખ્ય પ્રધાન બનવું જોઈએ અને આ શિવસૈનિકો, વિધાનસભ્યો અને સાંસદોની ઇચ્છા છે, એમ તેમણે ઉમેર્યું હતું.

આપણ વાંચો: Fadanvis Final: આવતીકાલે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે ત્રીજીવાર શપથ લેશે ભાજપના દેવાભાઉ

એ નક્કી કરવામાં આવ્યું છે કે સરકારમાં બે ડેપ્યુટી સીએમ હશે. અમને અમારા નેતા સમક્ષ અમારી વાત રજૂ કરવાનો અધિકાર છે. અમારો આગ્રહ મહારાષ્ટ્રના ભલા માટે છે, એમ પણ સામંતે કહ્યું.

તેમના કહેવા પ્રમાણે, શિંદેએ કહ્યું હતું કે તેઓ શિવસેના પ્રમુખ તરીકે રાજ્યનો પ્રવાસ કરશે, પરંતુ પક્ષ ઇચ્છે છે કે તેઓ (શિંદે) નાયબ મુખ્ય પ્રધાન બને અને વહીવટનો ભાગ બને, એમ ભૂતપૂર્વ પ્રધાને ઉમેર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને