મુંબઈ: મુંબઈના પોલીસ કમિશનર વિવેક ફણસલકરે મહાનગરના લોકોને તેમની રજાની યોજના બાજુ પર રાખવા અને બુધવારે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં મતદાર કરવાની અપીલ કરી છે. બુધવારે સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાન થશે.
મુંબઈ જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે અહીંના તમામ સંસ્થાનો, વ્યવસાયો તથા અન્ય કાર્યસ્થળોએ બુધવારે મતદાન માટે તેમના કર્મચારીઓને રજા આપવાનું ફરજિયાત છે.
ફણસલકરે બુધવારે એક વીડિયો સંદેશમાં કહ્યું હતું કે ‘હું તમામ મુંબઇગરાને જવાબદારી સાથે અને શાંતિપૂર્ણ રીતે તેમના મતદાનના અધિકારનો ઉપયોગ કરવા નમ્રતાપૂર્વક વિનંતી કરું છું.’
આપણ વાંચો: મુંબઈના પોલીસ કમિશનર ફણસલકરને એડિશનલ ચાર્જ
અગાઉ એક્સ પરની એક પોસ્ટમાં તેમણે લોકોને તેમનું ભવિષ્ય ‘સાચાર અને જવાબદાર હાથોમાં’ છે તેની ખાતરી કરવા માટે મતદાન કરવા અપીલ કરી હતી.
‘ફક્ત તમારી લાંબી રજાની યોજનાઓને બાજુ પર રાખો અને ખાતરી કરો કે તમે શાંતિથી બટન દબાવવાની તક ગુમાવશો નહીં. આથી તમારી જવાબદારી નિભાવો,’ એમ તેમણે કહ્યું હતું.
‘મતદાનની ફરજ પ્રત્યે જાગૃત ન હોય એવા મતદારોને સંદેશ ફેલાવો કે તેમના મહત્ત્વપૂર્ણ મતનો બગાડ ન કરો અને રાષ્ટ્રના ભાવિના નિર્માણમાં તમારું યોગદાન આપો. મત આપો અને મતદાનનું મહત્ત્વ ફેલાવો,’ એમ તેમણે જણાવ્યું હતું.
દરમિયાન નવી મુંબઈમાં પોલીસે મતદારોને તેમના મતદાનમથક, આસપાસનાં પાર્કિંગ સ્થળ અને બૂથ પર ભીડની સ્થિતિ વિશેની તમામ માહિતી મેળવવા માટે એક ક્લિકની સુવિધા શરૂ કરી છે. તમામ માહિતી મેળવવા માટે લોકોએ નવી મુંબઈ પોલીસના ક્યુ-આર કોડને સ્કેન કરવાનો રહેશે, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને