મોંઘવારીમાં માર વચ્ચે ગુજરાતથી કાંદાની નિકાસ શરૂઃ મલેશિયાએ આપ્યો ઓર્ડર

2 hours ago 1
 Malaysia places order

અમદાવાદ: દેશમાં કાંદાના વધતા ભાવથી આમ આદમીની આંખોમાં આંસુ આવી ગયા છે, તેમાંય વળી કાંદાનો કિલોગ્રામે ભાવ 60-70 રૂપિયાએ છે, ત્યારે સરકાર કાંદાની નિકાસમાં વ્યસ્ત છે. મલેશિયાએ ગુજરાતમાંથી ડુંગળીની ખરીદી કરી છે, જેના કારણે બે મહિનાના ગાળા બાદ ફરી ડુંગળીની નિકાસ શરૂ થઈ છે. ખરીફ ડુંગળીનાં આગમનના બે સપ્તાહમાં તેની ટોચે પહોંચ્યા બાદ નિકાસનું પ્રમાણ વધે તેવી ધારણા છે. જેના કારણે સ્થાનિક બજારમાં ભાવ ઘટશે અને લોકોને રાહત મળશે, એમ નિકાસકારોએ જણાવ્યું હતું.

ગુજરાતથી મળ્યો ઓર્ડર
એગ્રીકલ્ચર કોમોડિટી એક્સપોર્ટર્સ એસોસિયેશન (ACEA)ના પ્રમુખ એમ. મદન પ્રકાશે જણાવ્યું હતું કે અમને ગુજરાતમાંથી ડુંગળીની નિકાસ કરવાનો ઓર્ડર મળ્યો છે. આ સલાડમાં ઉપયોગ થનારી ડુંગળી છે, જેનો ઉપયોગ બેંગલોર ગુલાબ ડુંગળી (શેલોટ)ની જગ્યાએ કરી શકાય છે. તમને જણાવી દઈએ કે ગુજરાતની ડુંગળીનો ઉપયોગ સલાડ માટે થાય છે અને તેને બેંગ્લોરની ગુલાબ ડુંગળીના વિકલ્પ તરીકે જોવામાં આવે છે.

બેંગ્લોર ગુલાબ કાંદા
તેમણે જણાવ્યું હતું કે બેંગ્લોરની ગુલાબ ડુંગળીની કિંમત 1,300 ડોલર પ્રતિ ટન છે. તેનું કારણ છે કે કર્ણાટકમાં ખરીફની પ્રારંભિક આવક સમાપ્ત થઈ ગઈ છે અને કૃષ્ણા નગરમાં આવતા મહિને મોડેથી આવક થવાની અપેક્ષા છે. મદન પ્રકાશે કહ્યું કે ત્યારબાદ કિંમતો ઘટીને $800 પ્રતિ ટન થઈ શકે છે. તેમણે એમ પણ કહ્યું કે આ વર્ષે ખરીફ ડુંગળીની ગુણવત્તા સારી છે અને આવતા સપ્તાહે આવક વધવાની ધારણા છે.

આ પણ વાંચો :અમદાવાદના પોશ વિસ્તારમાં 20 વર્ષથી પ્રેક્ટિસ કરતો બોગસ તબીબ ઝડપાયો

ડુંગળીનું વાવેતર ઘટ્યું
કૃષિ મંત્રાલયની એક શાખા ક્રોપ વેધર વોચ ગ્રુપના જણાવ્યા અનુસાર, આ વર્ષે ખરીફ ડુંગળીની વાવણી 2.85 લાખ હેક્ટરથઈ છે, જે ગયા વર્ષે 3.82 લાખ હેક્ટરમાં થઈ હતી. આ સાથે જ ડુંગળીના ભાવમાં વધારાનું બીજું કારણ 2023-24માં ઉત્પાદનમાં 60 લાખ ટનનો ઘટાડો છે. કૃષિ મંત્રાલયને જૂનમાં સમાપ્ત થનારી 2023-24 સિઝન માટે 24.24 મેટ્રિક ટન ઉત્પાદનનો અંદાજ છે, જે 2022-23માં 30.02 મેટ્રિક ટન હતો

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article