Three radical   arrested successful  morbi

મોરબીઃ હરીપર (કે) ગામ નજીક આવેલ સિરામિક ફેક્ટરી પાસે શ્રમિક યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરનાર ત્રણ ઇસમને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે ગુનામાં વપરાયેલ બાઈક અને ચાર મોબાઈલ સહિતનો મુદામાલ કબજે કર્યો છે.

૨૩ના રોજ ફરિયાદી કરણસિંહ નાયકે તાલુકા મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેના ભાઈ ઓમપ્રકાશ બનજારાના કોન્ટ્રાકટ હેઠળ મજુરી કરતા ધર્મેન્દ્રસિંગ લક્ષ્મણસિંગ (ઉ.વ.૩૨)રહે યુપી વાળાને હરીપર (કે) પાસ આવેલ આઇકોલેક્ષ કારખાના બહાર રોડ પર અજાણ્યા ઇસમોએ છરીના ત્રણેક ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું, જે બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે હત્યાની ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી.

આપણ વાંચો: વલસાડમાં વિદ્યાર્થિની પર દુષ્કર્મ અને હત્યાનો આરોપી 11 દિવસે ઝડપાયો

પોલીસની તપાસમાં તાલુકા પોલીસ ઉપરાંત એલસીબી ટીમ જોડાઈ હતી. સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સીસનો ઉપયોગ કરી તપાસ ચલાવતા ગુનામાં સંડોવાયેલ ત્રણ ઈસમ બાઈક લઈને હરીપર કેરાલા ગામની સીમમાં ખોખરા હનુમાન મંદિર જવાના રસ્તે હોવાની બાતમીને આધારે ટીમે સ્થળ પર તપાસ ચલાવી હતી અને ત્રણ ઈસમ મળી આવ્યા હતા.

આ કેસમાં પોલીસે તપાસ કરતા મૃતકનો મોબાઈલ મળી આવ્યો હતો, જેથી સઘન પૂછપરછ કરતા હત્યાની કબૂલાત કરી હતી જેને પગલે એલસીબી ટીમે આરોપી ઈસ્માઈલ સલેમાન આમદ સખાયા, અવેશ સુભાન મોવર અને સાહિલ અબ્દુલ મોવર રહે ત્રણેય માળિયા (મી) વાળાને ઝડપી લઈને ચાર મોબાઈલ કીમત રૂ ૨૦ હજાર અને બાઈક કીમત રૂપિયા ૧૫ હજારનો મુદામાલ કબજે લીધો છે.

આપણ વાંચો: દિલ્હી પોલીસના કોન્સટેબલની હત્યાનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર, આ રીતે થયું એન્કાઉન્ટર

હત્યાના ગુનામાં ઝડપાયેલ આરોપીઓ બાઈક અને કારમાં નીકળી મોરબીના અલગ અલગ ઇન્ડસ્ટ્રિયલ ઝોનમાં એકલ દોકલ મજૂરને રોકી છરી બતાવી ધમકી આપી મોબાઈલ ફોન અને રોકડ રકમ પડાવી લેવાનું કાક મરતા હતા અને પ્રતિકાર કરનાર પર જીવલેણ હુમલો કરી હત્યા જેવા ગંભીર ગુનાને અંજામ આપતા હોવાનું ખુલ્યું છે પોલીસે હત્યાના ત્રણેય આરોપીને ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને