મોરબી: મોરબીમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ માફિયા પર સપાટો બોલાવવામાં આવ્યો છે. ખાણ ખનીજ વિભાગે સોખડા ગામે અચાનક દરોડા પાડીને કુલ ચાર ડમ્પરોને ઝડપી લીધા છે. આ ઉપરાંત ખાણ ખનીજ વિભાગ દ્વારા આ મામલે આકરી કાર્યવાહી કરવામાં આવશે તેવા પણ સ્પષ્ટ સંકેતો આપ્યા છે.
આ પણ વાંચો : Khyati Case માં વધુ એક મોટો ખુલાસો, નફો વધારવા મીટિંગમાં…
મોરબીના સોખડા ગામે કાર્યવાહી
મળતી માહિતી અનુસાર મોરબીમાં ખાણ ખનીજ વિભાગના સ્ટાફને મળેલી ફરિયાદો અને અરજીઓના આધારે રાતના સમયે આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા. ખાણ ખનીજ વિભાગે મોરબીના સોખડા ગામ પાસેથી નીકળેલા ત્રણ તેમજ માળિયા મિયાણા ખાતેથી એક એમ કુલ ચાર વાહનોને જપ્ત કરી પોલીસે આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી જે. એસ. વાઢેર દ્વારા જિલ્લામાં મળતી વિવિધ ખનીજચોરી બાબતની ફરિયાદ અરજીઓ અન્વયે આકસ્મિક રોડ ચેકીંગ કરવા અંગેની સૂચના આપતાં કચેરીની ક્ષેત્રીય ટીમ દ્વારા સોખડા પાસે રેડ કરવામાં આવી હતી. ખાન ખનીજ વિભાગની આ રેડ દરમિયાન ખનીજચોરી સાથે સંકળાયેલા ત્રણ ડમ્પરને જપ્ત કરવામાં આવ્યા છે.
ત્રણ ડમ્પરને જપ્ત
જેમાં GJ-36-V-4704 માલિક સુરેશભાઈ નાંગળા રે- લાલપર તા- મોરબી, GJ-36-X-2643 માલિક કડીવાર હિતેષભાઈ નરભેરામભાઈ, રે-નસિતપર તા- ટંકારા અને જ્યારે અન્ય GJ-10-TY-2006 માલિક જયનમભાઈ ચંદુભાઈ રાઠોડ રે- નાગડાવાસ તા- મોરબીને સાદી રેતી ખનીજનું ગેરકાયદેસર વહન કરવા બદલ સ્થળેથી વાહનો પકડી સીઝ કરી તાલુકા પોલીસ સ્ટેશન મોરબી ખાતે મુકવામાં આવેલ છે.
આ પણ વાંચો : લગ્ન બનશે યાદગાર, પ્રી વેડિંગ ફોટોશૂટ માટે અમદાવાદની આ 5 ઐતિહાસિક વાવ આપશે ભાડે
1.50 કરોડનો મુદામાલ જપ્ત
આ ઉપરાંત માળિયા મિયાણા ખાતે કરવામાં આવેલી રેડથી ન્યૂ ડમ્પર (રજીસ્ટ્રેશન થયેલ નથી) માલિક જીતુભા રે- ખીલોસ તા,જી- જામનગરને ખનીજ સાદી રેતીના ગેરકાયદેસર વહન બદલ સ્થળે વાહન સીઝ કરી તાલુકા પોલીસ સ્ટેશન માળિયા(મી) ખાતે મુકવા માં આવેલ છે. આમ કુલ ૪ વાહનોને ગેરકાયદેસર રીતે વહન કરતા અંદાજીત 1.50 કરોડનો મુદામાલ જપ્ત કરી નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને