નવી દિલ્હી: યુરોપિયન યુનિયન કમિશને (European Union Commission) આઈફોન અને અઈપેડ બનવાતી Apple કંપનીને વધુ ઝટકો આપ્યો છે. કમિશને આદેશ આપ્યો છે કે કંપનીના પ્રોડક્ટને દેખરેખ હેઠળ લાવવામાં આવે. યુરોપિયન કમિશને Appleને ડિજિટલ માર્કેટ એક્ટ (DMA)નું પાલન કરવા માટે iPadમાં વપરાતી ઑપરેટિંગ સિસ્ટમ પર ફરીથી કામ કહ્યું છે. કમિશને આ ઓપરેટિંગ સિસ્ટમને મોબાઈલ ડિવાઈસ સેક્ટરમાં “ગેટ કીપર” તરીકે વર્ગીકૃત કરી છે.
યુરોપિયન કમિશને તેના ઓફીશીયલ X એકાઉન્ટ દ્વારા આ જાહેરાત શેર કરી, જેમાં જણાવ્યું હતું કે Appleએ iPadOSને ડિજિટલ માર્કેટ એક્ટમાં દર્શાવેલી શરતો સાથે ડિઝાઇન કરવી આવશ્યક છે. તેમની પોસ્ટમાં, કમિશને નિર્દેશ આપ્યો છે કે, અન્ય બ્રાન્ડ્સની જેમ, Appleએ પણ યુઝર્સને ડિવાઈસ પર તેમની પસંદગીનું વેબ બ્રાઉઝર પસંદ કરવા માટે સુવિધા આપવી જોઈએ.
કમિશને વધુમાં જણાવ્યું કે યુઝર્સને એપલ એપ સ્ટોર સિવાયના વૈકલ્પિક એપ સ્ટોરની ઍક્સેસ હોવી જોઈએ અને તમામ એસેસરીઝ ઉપકરણોને iPadOS ની સુવિધાઓને ઍક્સેસ કરવાની પરમીશન આપવી જોઈએ.
Also Read – હવે ખોવાયેલી વસ્તુ તમે શોધી શકશોઃ આવી ગયું છે……
એપ્રિલ 2024 સુધીમાં યુરોપિયન કમિશને iPadOS ને સત્તાવાર રીતે તેની મુખ્ય પ્લેટફોર્મ સેવાઓમાંની એક તરીકે વર્ગીકૃત કરી છે, તેને “ગેટ કીપર” દરજ્જો આપ્યો છે. પરિણામે, Appleને આ iPadOS માં ફેરફારો લાગુ કરવાની જરૂર પડશે, જે કંપનીની આવકને અસર કરી શકે છે.
નોંધનીય છે કે Google પહેલેથી જ યુઝર્સને તેની એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમમાં ડિફોલ્ટ વેબ બ્રાઉઝરને પસંદ કરવાની મંજૂરી આપે છે.