અમુક સમયે અભિનેતા કે અભિનેત્રીઓ જે પણ કરે તેને ટ્રોલ કરવામાં જ આવે છે. અનિલ કપૂરની દીકરી સોનમ કપૂર આમાની એક છે. ફિલ્મમાં ખાસ કંઈ કાઠું ન કાઢનારી સોનમ સોશિલ મીડિયામાં એક્ટિવ રહે છે, પરંતુ ક્યારે ડ્રેસિંગ કે ક્યારેક પોતાની કોઈ પોસ્ટને લીધે નેટીઝન્સના ટ્રોલિંગનો શિકાર બને છે. હદ તો ત્યારે થઈ કે સોનમ એક ફેશન પરેડમાં રેમ્પ વૉક કરતી હતી ને ઈમોશનલ થઈ લગભગ રડી પડી, પરંતુ નેટ યુઝર્સને તેમાં પણ તેની ઓવરએક્ટિંગ જ દેખાઈ.
સોનમ કપૂર (sonam kapoor) ગુરુગ્રામમાં યોજાયેલી બ્લેન્ડર્સ પ્રાઇડ એક્સ FDCI ફેશન ટૂર 2025નો ભાગ બની હતી. તેને વાળમાં ગુલાબ જોવા મળ્યા હતા. આ સાથે તે સફેદ ડ્રેસમાં રેમ્પ વોક કરતી જોવા મળી હતી. જેનો વિડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. રેમ્પ વોક વખતે તે ઈમોશનલ થઈ ગઈ હતી. તે પોતાના પર કંટ્રોલ કરી ન શકી અને ફેશન ડિઝાઈનર રોહિત બલને યાદ કરીને રડવા લાગી. રોહિતનું ગયા વર્ષે હાર્ટ સંબંધીત બિમારીમાં નિધન થયું હતું. પરંતુ યુઝર્સને સોનમના આસું પીગળાવી ન શક્યા અને તે ભારે ટ્રોલ થઈ રહી છે.
અમુક યુઝર્સે કોમેન્ટ કરી ઓવરએક્ટિંગ માટે 10 રૂપિયા કાપો.તે કેટલી ડ્રામા ક્વીન છે.ડાર્લિંગ જો ખરેખર રડી હોત તો તે વધારે નેચરલ લાગતું. યુઝર્સે કહ્યું તે ઓવરએક્ટિંગની દુકાન છે. આ મુદ્દે લોકોએ જુદા જુદા રિએક્શન આપી સોનમને ટ્રોલ કરી હતી
આ પણ વાંચો : શું બીમારીથી પીડાઇ રહ્યો છે સોનમ કપૂરનો પતિ? અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર કર્યો ખુલાસો
સોનમે ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફોટા શેર કરી કેપ્શનમાં લખ્યું કે દિગજ્જ રોહિત બલને શ્રદ્ધાંજલિ આપવા માટે રેમ્પ વોક કરવું એ સન્માનની વાત છે. તેની કલાએ ભારતીય ફેશનને એક નવો આકાર આપ્યો છે. જોકે સોનમનો લૂક પણ તેને અનુરૂપ ન હતો. ક્રીમ ગાઉન સાથે તેણે વાળમાં ચાર ચાર મોટા ગુલાબ મેચ કર્યા હતા, પરંતુ તે તેના લૂકને મેચ થતાં ન હતા. સોનમને ઘણા ફેશન દીવા કે આઈકન કહે છે, પરંતુ તે તેના ડ્રેસિંગને લીધે પણ વારંવાર ટ્રોલ થતી હોય છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને