A calamity  similar  Jhansi tin  hap  successful  Lucknow too, lone  33 percent hospitals person  occurrence  NOC Screen Grab: Mint

લખનઉઃ ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લામાં મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજના નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર વોર્ડમાં લાગેલી ભીષણ આગમાં 11 નવજાત બાળકો દાઝી જવાથી અને શ્વાસ રૂંધાવાથી મૃત્યુ પામ્યા હતા. જ્યાં આગ લાગી તે વોર્ડમાં 55 નવજાત શિશુઓ દાખલ હતા. 44 નવજાત બાળકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા. હૉસ્પિટલમાં અગ્નિશામક નહોતો. જે બાદ લખનઉમાં બાળકો અને મહિલાઓની પ્રસુતિવાળી સરકારી હૉસ્પિટલના તપાસ કરવામાં આવતાં ચોંકાવનારો ખુલાસો થયો હતો.

લખનઉની 29 સરકારી હૉસ્પિટલ પાસે જ નથી ફાયર એનઓસી

લખનઉની 906 હૉસ્પિટલ પૈકી માત્ર 301 હૉસ્પિટલ પાસે જ ફાયર એનઓસી હતી, એટલેકે માત્ર 33 ટકા હૉસ્પિટલ પાસે જ ફાયર એનઓસી છે. 80 હૉસ્પિટલોને નોટિસ આપવામાં આવી હતી. લખનઉની 29 સરકારી હૉસ્પિટલ પાસે જ ફાયર એનઓસી નથી. લખનઉની કેટલીક જાણીતી હોસ્પિટલોમાં સ્મોક એલાર્મ પણ બંધ પડ્યા છે, વોર્ડમાં અગ્નિશામક યંત્ર પણ લાગેલા નથી. એટલું જ હૉસ્પિટલની બહાર જામ જેવી હાલત રહે છે. જે ગમે ત્યારે દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે. તંત્ર ઝાંસીની ઘટના બાદ સફાળું જાગ્યું હોય તેમ દરેક વિભાગને પરિપત્ર જાહેર કરીને જે કંઈ ત્રૂટી હોય તે સુધરવા આદેશ કર્યો હતો.

આ પણ વાંચો : ઝાંસી અગ્નિકાંડઃ મોતનો મલાજો તો જાળવો, શિશુઓ ભુંજાયા છતાં પણ…. જુઓ વીડિયો

ઝાંસી મેડિકલ કોલેજમાં થયેલી દુર્ઘટના બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટનાને ગંભીરતાથી લઈ ચાર સભ્યોની તપાસ સમિતિ બનાવી હતી. આ સમિતિ સાત દિવસમાં રિપોર્ટ સરકારને સોંપશે. પ્રમુખ સચિવ સ્વાસ્થ્ય, પાર્થ સારથી સેન અને ચિકિત્સા શિક્ષા વિભાગના મહાનિર્દેશકે ઘટના સ્થળની મુલાકાત લઈને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતુ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને