મુંબઈ: મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે શહેરમાં ગેરકાયદે વસવાટ કરતા પાંચ બાંગ્લાદેશીને પકડી પાડ્યાં હતાં, જ્યારે તેમને આશ્રય આપવાના આરોપસર ભારતીય નાગરિક મહાદેવ યાદવની ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે પકડોલા બાંગ્લાદેશીઓમાંની એક મહિલા તો સરકારી યોજના મુખ્યમંત્રી ‘માજી લાડકી બહિણ યોજના’ની લાભાર્થી હતી.
પોલીસના જણાવ્યા મુજબ ધરપકડ કરાયેલા બાંગ્લાદેશીઓની ઓળખ બિસ્તી જલાલ ફકીર સંફુલ શેખ, અલીમ અખ્તર ગુલામ રસુલ અલી, ઉર્મિલા અખ્તર મુલ્લા ખાતુન, મોહંમદ મુસ્તફા મુન્સી અને મોહંમદ ઓસિકુર રહેમાન તરીકે થઇ હતી.
આપણ વાંચો: સૈફ હુમલા કેસમાં બાન્દ્રા પોલીસ પર ઠીકરું ફોડ્યું ક્રાઇમ બ્રાંચે, કહ્યું…
પોલીસે 20 જાન્યુઆરીએ કામાઠીપુરા ખાતે ડિમટિમકર રોડ પર 9મી ગલીમાંથી બાંગ્લાદેશીઓને તાબામાં લીધા હતા અને નાગપાડા પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, એમ અધિકારીએ કહ્યું હતું.
દરમિયાન ઉર્મિલા ખાતુનના વકીલે જણાવ્યું હતું કે તેની અસીલ ભારતીય છે અને એ સાબિત કરવા તેની પાસે બધા દસ્તાવેજો છે. વકીલે ઉમેર્યું હતું કે લાડકી બહેનના બે હપ્તા પણ તેના અસીલના ખાતામાં જમા થયા હતા. જોકે પોલીસે દાવો કર્યો હતો કે મહાદેવ યાદવ સિવાય બાકીના પાંચેય જણ બાંગ્લાદેશી છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને