‘લેબનાનની એક હોસ્પિટલની નીચે છુપાયેલો છે મોટો ખજાનો ‘, ઇઝરાઇલી સેનાનો દાવો

1 hour ago 1

તેલ અવિવ: ઇઝરાયલ છેલ્લા ઘણા સમયથી લેબનન पर હુમલો કરી રહ્યું છે, બેરૂતમાં કરેલી એર સ્ટ્રાઈકમાં હિઝબુલ્લાના વડા હસન નસરાલ્લાહ માર્યા (Israel onslaught connected Lebanon) ગયા છે. હવે ઈઝરાયલ સતત એક પછી એક ચોંકાવનારા દાવા કરી રહ્યું છે. હવે ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સે (IDF) હિઝબોલ્લાહના નાણાકીય કેન્દ્ર વિશે માહિતી જાહેર કરી છે. IDFએ જણાવ્યું કે જે બંકરમાં નસરાલ્લાની હત્યા કરવામાં આવી હતી, ત્યાં એક મોટો ખજાનો છુપાયેલો હતો.

રવિવારે રાત્રે ઈઝરાયેલ એરફોર્સ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા બાદ આ દાવો કરવામાં આવ્યો છે. આ હુમલાઓનો હેતુ ઈરાન સમર્થિત આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહની કામગીરીને ભંડોળ પૂરું પડતા સ્ત્રોતોને નષ્ટ કરવાનો હતો.

IDF અનુસાર, વધુ એક ગુપ્ત બંકર બેરૂતની મધ્યમાં અલ સાહેલ હોસ્પિટલની નીચે આવેલું છે. આ હસન નસરાલ્લાનું બંકર છે, જ્યાં કરોડો ડોલર્સનું સોનું અને રોકડ જામા કરેલું છે.

આઇડીએફના પ્રવક્તા રીઅર એડમિરલ ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે, “આજે હું એક સ્થાન વિશે ગુપ્ત માહિતી જાહેર કરી રહ્યો છું. દક્ષિણ બેરૂતમાં અલ સાહેલ હોસ્પિટલની નીચે છુપાયેલા આ બંકરમાં 500 મિલિયન ડોલરની રોકડ અને સોનું છે, આ નાણાંનો ઉપયોગ લેબનના પુનઃનિર્માણ માટે થઈ શકે છે.”

ડેનિયલ હગારીએ કહ્યું કે ઇઝરાયેલની સેનાએ હિઝબુલ્લાના આ નાણાકીય લક્ષ્યો પર હુમલા કર્યા છે. અહીં એક અંડરગ્રાઉન્ડ તિજોરી હતી, જેમાં રોકડ અને સોનાના રૂપમાં અબજો રૂપિયા રાખવામાં આવ્યા હતા. હિઝબુલ્લાહ આ પૈસાનો ઉપયોગ ઈઝરાયેલ પર હુમલો કરવા માટે કરી રહ્યું છે. જો કે, હગારીએ એ સ્પષ્ટતા કરી ન હતી કે હુમલામાં તમામ નાણા નષ્ટ પામ્યા છે કે કેમ.

ડેનિયલ હગારીએ પછી બેરૂતમાં બીજા બંકરનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે કે આ બંકર એક હોસ્પિટલની નીચે બનાવવામાં આવ્યું છે. તેમાં રોકડ અને સોનું પણ ભરેલું છે. હગારીએ કહ્યું કે, ‘અમારા અનુમાન મુજબ, આ બંકરમાં ઓછામાં ઓછા $500 મિલિયનની રોકડ અને સોનું રાખવામાં આવ્યું છે. આ નાણાંનો ઉપયોગ લેબનાનના પુનઃનિર્માણ માટે કરવામાં આવશે.’

તાજેતરમાં, હિઝબુલ્લાહે ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુના નિવાસસ્થાન પર ડ્રોન હુમલો કર્યો હતો. ત્યાર બાદ, નેતન્યાહુએ ચેતવણી આપી હતી કે હિઝબુલ્લાએ મોટી ભૂલ કરી છે. તેણે કહ્યું હતું કે, ‘હત્યાનો પ્રયાસ તેમને કે ઈઝરાયેલને આતંકવાદીઓને ખતમ કરવાથી રોકશે નહીં. શનિવારે, લેબનોન દ્વારા છોડવામાં આવેલા અન્ય બે ડ્રોનને ઇઝરાયેલી એર ડિફેન્સ દ્વારા ઠાર કરવામાં આવ્યા હતા.’

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article