The situation  is to conscionable   people's expectations Fadnavis IMAGE BY ONEINDIA

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ, ત્રીજી વખત મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનવા માટે તૈયાર છે, બુધવારે તેમણે નવી સરકાર સામેના પડકારોની વાત કરીને કહ્યું હતું કે, વાસ્તવિક સંઘર્ષ લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવાનો છે.

ગુરુવારના શપથ ગ્રહણ સમારોહ પહેલા રાજ્ય ભાજપના વિધાનસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા પછી ફડણવીસે તેમનામાં વિશ્ર્વાસ રાખવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો પણ આભાર માન્યો હતો.

‘આપણી જવાબદારી વધી ગઈ છે. આપણે વધુ મહેનત કરવાની જરૂર છે. આગળનો સંઘર્ષ લોકોની અપેક્ષાઓ પૂરી કરવાનો છે. આ હાંસલ કરવા માટે આપણે સહયોગીઓ સાથે મળીને કામ કરવું જોઈશે,’ એમ તેમણે કહ્યું હતું.

આપણ વાંચો: દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના 31મા મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે, ભૂતકાળના મુખ્ય પ્રધાનોની યાદી

ભારતીય જનતા પાર્ટી પાસે 2019માં જનાદેશ હતો, પરંતુ ‘તે છીનવી લેવામાં આવ્યો હતો’ એમ જણાવતાં તેમણે દેખીતી રીતે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાએ મુખ્ય પ્રધાનપદને લઈને ભાજપ સાથેના સંબંધો તોડી નાખ્યા અને કોંગ્રેસ સાથે ગઠબંધનમાં સરકાર બનાવી તેનો ઉલ્લેખ કર્યો હતો.

‘પ્રથમ અઢી વર્ષ સુધી આપણે વિરોધનો સામનો કર્યો, પરંતુ એક પણ વિધાનસભ્યે અમને છોડ્યા નહીં. આપણે 2022માં સત્તામાં આવ્યા, અને હવે, આ ચૂંટણીમાં પ્રચંડ બહુમતી હાંસલ કરી છે,’ એમ 54 વષર્ના નાગપુરના જૂના રાજકારણીએ કહ્યું હતું..

આપણ વાંચો: હૉસ્પિટલમાંથી પાછા ફરેલા એકનાથ શિંદેને મળવા પહોંચ્યા દેવેન્દ્ર ફડણવીસ…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતાં ફડણવીસે કહ્યું હતું કે, ‘હું વડા પ્રધાનનો આભાર માનું છું કે મારા જેવા વ્યક્તિને પસંદ કરવા માટે, જેમણે પાર્ટીના કાર્યકર તરીકે ત્રણ વખત આ ભૂમિકામાં સેવા આપી છે. એક હૈં તો સેફ હૈ, ઔર મોદી હૈ તો મુમકીન હૈ.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને