ફેશન -ખુશ્બુ મૃણાલી ઠક્કર
ફેસ્ટિવલ સિઝન આવે એટલે કયાં કપડાં ક્યાં પહેરવા એનું ટેંશન થવા માંડે. કોઈ કપડાં રિપીટ ન થવાં જોઈએ. ક્રાઉડ અલગ હોય અને કપડાં રિપીટ કરવા પડે તો ચાલે. ફેસ્ટિવ વેર પોકેટ ફ્રેન્ડલી પણ હોવા જોઈએ અને જે પોકેટ ફ્રેન્ડલી હોય તે ફેસ્ટિવ વેર લૂક નથી આપતા. ચાલો આપડે કોઈ વચ્ચેનો રસ્તો કાઢીએ કે બહુ ખર્ચ પણ ન થાય અને સિમ્પલ અને એલિગન્ટ લૂક પણ આવે.
Also read: ફોકસ: આ ડિજિટલ યુગમાં જૂના નૈતિક ઉપદેશો નહીં ચાલે, નહીં ચાલે !
દિવાળી ગેથરીંગ્સમાં શું પહેરવું એ બહુ મોટો સવાલ છે. ડ્રેસ સિમ્પલ હશે તો ચાલશે પણ ડ્રેસી લૂક આવવો જોઈએ. આના સોલ્યુશન્સ માટે બ્લેક એન્ડ બ્લેક ડ્રેસ, ગોલ્ડ કે બેજ અથવા આઈવરી કે ઓફ વાઈટ ડ્રેસ હોવા જોઈએ. આ ત્રણમાંથી કોઈ પણ એક કે બે કોમ્બિનેશન હશે તો પણ ચાલશે. ડ્રેસની પેટર્ન રૂટિન ડ્રેસ કરતા અલગ હોવો જોઈએ. એટલે કે લોન્ગ ફલેરી કુર્તી વિથ સેન્ટર સ્લીટ્સ કે સાઈડ સ્લીટ્સ અને તેની સાથે પ્લાઝો કે પછી બસ્ટ લાઈન સુધી યોક અને પછી ફ્લેર અને આ ડ્રેસ સાથે ચુડીદાર સારો લાગશે. નેક લાઈન ઓપન રાખવી કે પછી કલોસ નેક એ તમે તમારા બોડી ટાઈપ અનુસાર નક્કી કરી શકો.
બ્લેક એન્ડ બ્લેક – જો તમારી પાસે બ્લેક એન્ડ બ્લેક ડ્રેસ હોય તો તમે તમારા લૂકમાં ઘણા વેરીએશન આપી શકો. જેમકે કોઈ ફ્લોઈ બ્રાઇટ ફેબ્રિકનું કેપ ટોપ પહેરી શકાય. જો તમારી પાસે કોઈ બનારસી દુપટ્ટો હોય અને તમે જો એ દુપટ્ટાને પહેરવાના ન હોવ તો તે બનારસી દુપટ્ટામાંથી શોર્ટ કે લોન્ગ જેકેટ બનાવી શકાય. જેકેટની લેન્થ તમે તમારા બોડી ટાઈપ અને હાઈટ મુજબ જેકેટની લેન્થ સિલેક્ટ કરી શકો. બ્લેક એ એક કલાસિક કલર છે જે ક્યારે પણ આઉટ ઓફ ફેશન થતો નથી અને બ્લેક કલર સાથે જે કલરનું કોમ્બિનેશન કરવામાં આવે તે ખાસ જ લાગે છે એટલે કે એટ્રેક્ટિવ જ લાગે છે.
ગોલ્ડ / બેજ – ગોલ્ડ કલર અને બેજ કલરમાં બહુ ઓછો તફાવત છે. બહુ ઓછાને ગોલ્ડ કલર અને બેજ કલરનો તફાવત ખબર હોય છે. ગોલ્ડ કલર અને બેજ કલર તમારી સ્કિન ટાઇપને ધ્યાનમાં રાખી સિલેક્ટ કરવો નહિ તો સ્કિન કલર સાથે ભળી જશે અને ડ્રેસનો ઉઠાવ જ નહિ આવે. ગોલ્ડ અને બેજ કલર સાથે બ્લેક અને મરૂન સૌથી સુંદર લાગે છે અથવા તો ગોલ્ડ કલર અને બેજ કલરના ડ્રેસ સાથે ગોલ્ડ કલરના લાઈટ ડાર્ક શેડ નો પણ ઉપયોગ કરી શકાય જેમકે, લાઈટ ગોલ્ડ કલરના ડ્રેસ સાથે દરેક ગોલ્ડ કલરનો દુપટ્ટો કે પછી ડાર્ક કલરની બોર્ડર એક અલગ જ લૂક આપશે.
Also read: પ્રાસંગિક : હવે ઈરાન- ઈઝરાયલનું પ્રાદેશિક યુદ્ધ ટળી જશે ખરું?
ગોલ્ડ કલર અને બેજ કલર પહેર્યા પછી એક રોયલ લૂક આપે છે. ગોલ્ડ કલર અને બેજ કલર સાથે ફેસ્ટિવ લૂક માટે રેડ અથવા મરૂન કલરનો બનારસી દુપટ્ટો એક કલાસિક લૂક આપશે. આ કોમ્બિનેશન સાથે તમે મિનિમાલિસ્ટિક જવેલરી લૂક અપનાવી શકો અને ન્યૂડ મેક અપ તમારો લૂક કંપ્લીટ કરી શકે.
વાઈટ અથવા આઇવરી – જયારે કઈ ન સુજે કે શું પહેરવું ત્યારે વાઈટ ડ્રેસ પેહરી શકાય. વાઈટ ડ્રેસ હંમેશાં સુંદર જ લાગે છે. વાઈટ ડ્રેસ પહેરવાથી તમારી એક આગવી ઓળખ ઊભી થાય છે. વાઈટ કે આઇવરી ડ્રેસ સાથે તમે રેડ, મરૂન, બ્લુ, ગ્રીન કે પછી ઓરેન્જ કલરના દુપટ્ટા પહેરી એક અલગ લૂક આપી શકાય અથવા તો વાઈટ એન્ડ વાઈટ ડ્રેસ સાથે વાઈટ દુપટ્ટો કે જેની બોર્ડરમાં મલ્ટી કલરની પટ્ટી હોય. વાઈટ ડ્રેસ કયા ફેબ્રિકથી બનેલો છે તે હિસાબે દુપટ્ટાની પસંદગી કરી શકાય અને જો તમારે વાઈટ કલરના ડ્રેસ સાથે કોઈ કલરફુલ કોમ્બિનેશન ન કરવું હોય તો વાઈટ કલરના ડ્રેસ સાથે તમે સિલ્વર લેસ અથવા ગોલ્ડ લેસ કે પછી કોઈ વર્ક કે દુપટ્ટાનો ઉપયોગ કરી શકો.