વાત એક ચપ્પલને કારણે ચૂંટણી પંચ સાથે થયેલી દલીલબાજીની….

2 hours ago 1
Independent campaigner  from Paranda seats predetermination  awesome    is shoe

મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે એક જ તબક્કામાં વિધાન સભાની ચૂંટણી યોજાઇ છે અને 23 નવેમ્બરે પરિણામ જાહેર થશે. દરેક પક્ષો અને અપક્ષ ઉમેદવારોને ચૂંટણી પ્રતીક ફાળવવામાં આવ્યા છે, પણ રાજ્યના એક મતવિસ્તારમાં ચૂંટણી પ્રતિકને લઇને બૂમરાણ મચી છે. આવો આપણે આ વિશે જાણીએ.

જ્યારથી રાજ્યમાં ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી પરંડા વિધાનસભા મતવિસ્તાર ચર્ચામાં છે. અહીંના એક અપક્ષ ઉમેદવારને ચૂંટણી પ્રતીક ‘ચપ્પલ’ ફાળવવામાં આવ્યું છે. આ અપક્ષ ઉમેદવારે ચૂંટણી પંચને પત્ર લખીને મતદાનના દિવસે મતદાન મથકમાં ચપ્પલ પહેરનારાઓ સામે કાર્યવાહીની માંગ કરી હતી. જોકે, પંચે આ માંગને ફગાવી દીધી છે.

વાત એમ છે કે ગુરુદાસ કાંબલે પરંડા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર છે. પંચ દ્વારા તેમને ‘ચપ્પલ’નું ચૂંટણી ચિન્હ આપવામાં આવ્યું હોવાથી આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.

Also Read – મહિલા મતદારોને વચનો આપવામાં ઉદાર રાજકીય પક્ષો ઉમેદવારી આપવામાં કંજૂસઃ આ રહ્યો પુરાવો

મતદાનના દિવસે, મતદાન મથકની 200 મીટરની ત્રિજ્યામાં ચૂંટણી પ્રતીકો લઈ જવા અને પ્રદર્શિત કરવા પર પ્રતિબંધ હોય છે. આ નિયમને ટાંકીને ગુરુદાસ કાંબલેએ એક લેખિત પત્ર દ્વારા ચૂંટણી પંચ સમક્ષ માંગણી કરી હતી કે મતદાન મથકના અધિકારીઓ અને કર્મચારીઓએ ચપ્પલ ન પહેરવા જોઈએ, જો તેઓ આવું કરે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવે.

મતદાન કરવા આવતા નાગરિકો પણ તેને પહેરી શકે નહીં. પત્ર દ્વારા કાંબલેએ પગને ઈજા ન થાય તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની પણ માંગ કરી હતી. તેમના પત્રની ખૂબ ચર્ચા થઈ રહી છે.

જોકે, ચૂંટણી પંચે તેમને આપેલા જવાબમાં કહ્યું છે કે ચપ્પલ નિયમિત ઉપયોગનું સાધન છે. તેથી, મતદાન મથક વિસ્તારમાં તેનો ઉપયોગ અટકાવી શકાય નહીં. તેથી હવે મતદાતાઓ ચપ્પલ પહેરીને મતદાન મથકમાં જઇને તેમનો કિંમતી મત આપી શકે છે.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article