Assembly elections representation by livelaw

મુંબઈ: બુધવારે યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પાર પડે તેમ જ કાયદો-અને વ્યવસ્થાની સ્થિતિ નિર્માણ ન થાય એ માટે મુંબઈમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોઇ મુંબઈમાં 30,000થી વધુ પોલીસ કર્મચારી-અધિકારીઓ સુરક્ષા માટે ખડેપગે રહેશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

પાંચ એડિશનલ પોલીસ કમિશનર, 20 ડેપ્યુટી પોલીસ કમિશનર, 83 આસિસ્ટન્ટ પોલીસ કમિશનર સહિત 2,000થી વધુ પોલીસ અધિકારી અને 25,000થી વધુ પોલીસ કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે. એ ઉપરાંત રાયટ્સ ક્ધટ્રોલ ફોર્સની ત્રણ પ્લાટૂનની પણ મદદ લેવામાં આવી હતી.

દરમિયાન ટ્રાફિક વિભાગ તરફથી 144 અધિકારી અને એક હજારથી વધુ કર્મચારીઓને બંદોબસ્ત માટે રાખવામાં આવ્યા છે. તેમની સાથે 4,000થી વધુ હોમ ગાડર્સને પણ તહેનાત કરવામાં આવ્યા છે. એ સિવાય વિવિધ કેન્દ્રીય અને રાજ્ય સુરક્ષા દળોના જવાનોને પણ મહત્ત્વના સ્થળોએ ફરજ સોંપવામાં આવી છે.

આપણ વાંચો: વિધાનસભાની ચૂંટણી ટાણે ‘પોસ્ટર ગર્લ’ની ચર્ચાએ ધૂમ મચાવી, જાણો કોણ છે?

વિધાનસભાની ચૂંટણીને લઇ આચારસંહિતા લાગુ થયા બાદ અત્યાર સુધી લગભગ 176 કરોડ રૂપિયાની રોકડ, મૂલ્યવાન ધાતુ, દારૂ અને નશીલો પદાર્થ વિગેરે જપ્ત કરવામાં આવ્યા છે, જ્યારે 4,492 લોકો સામે પ્રતિબંધાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.

તમામ મતદારોને મતદાનમથકોથી 100 મિટર ત્રિજ્યામાં નિયમોનું પાલન કરવાની અને પ્રશાસનને સહકાર આપવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. નાગરિકો મદદ માટે પોલીસ મુખ્યાલયના ક્ધટ્રોલ રૂમના હેલ્પલાઇન નંબર 100/103/112 પર સંપર્ક કરી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને