virat kohli breaks sachin tendulkar record image: BCCI

Virat Kohli Record: ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે પર્થમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ઈતિહાસ રચ્ચો હતો. પર્થ ટેસ્ટમાં સદી ફટકારતાં જ તેણે સર ડૉન બ્રેડમેનનો રેકોર્ડ તોડ્યો હતો. કોહલીએ તેના કરિયરની 30મી સદી ફટકારી હતી. આ મામલે હવે તેણે ટેસ્ટ ક્રિકેટમાં સર ડૉન બ્રડમેનને પાછળ રાખી દીધા છે. બ્રેડમેને 29 સદી ફટકારી હતી. કોહલીએ તની કરિયરની 202મી ઈનિંગમાં આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી. 30મી ટેસ્ટ સદી ફટકારવાની સાથે જ કોહલીએ મેથ્યૂ હેડન અને શિવનારાયણ ચંદ્રપૉલની બરાબરી કરી લીધી છે.

ઑસ્ટ્રેલિયામાં સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનારા વિદેશી બેટ્સમેન
9 સદી- જેક હોબ્સ
7 સદી – વેલી હેમન્ડ
7 સદી- વિરાટ કોહલી
6 સદી- હર્બર્ટ સટક્લિફ
6 સદી- સચિન તેંડુલકર


Also read: AUS vs IND 1st test: યશસ્વી જયસ્વાલ 150 રનની નજીક, લંચ સુધી મેચની સ્થિતિ


ભારત માટે વિદેશમાં કોઈ એક ટીમ સામે સૌથી વધુ સદી ફટકારના બેટ્સમેન
7 સદી- સુનીલ ગાવસ્કર વેસ્ટ ઈન્ડિઝમાં
7 સદી- વિરાટ કોહલી ઑસ્ટ્રેલિયામાં
6 સદી- રાહુલ દ્રવિડ ઈંગ્લેન્ડમાં
6 સદી- સચિન તેંડુલકર ઓસ્ટ્રેલિયામાં

ભારત માટે હરિફ ટીમ સામે સૌથી વધુ ટેસ્ટ સદી
13 સદી – સુનીલ ગાવસ્કર વિ. વેસ્ટ ઈન્ડિઝ
11 સદી – સચિન તેંડુલકર વિ. ઓસ્ટ્રેલિયા
9 સદી- સચિન તેંડુલકર વિરુદ્ધ શ્રીલંકા
9 સદી- વિરાટ કોહલી વિ. ઑસ્ટ્રેલિયા
8 સદી- સુનીલ ગાવસ્કર વિ. ઑસ્ટ્રેલિયા


Also read: IND vs AUS 1st Test: ટી બ્રેક સુધી ટીમ ઇન્ડિયા મજબુત સ્થિતિમાં, વિરાટ-સુંદર પીચ પરAlso read:


કોહલીએ ફટકારી આંતરરાષ્ટ્રીય કરિયરની 81મી સદી

કોહલીએ પર્થ ટેસ્ટમાં શાનદાર બેટિંગ કરી હતી. તેણે સદી ફટકારવા 143 બોલ લીધા હતા. તે 100 રન બનાવીને નોટ આઉટ રહ્યો હતો. કોહલીએ સદી ફટકારતાં જ ભારતીય ટીમે 6 વિકેટ પર 487 રનના સ્કોર પર ઈનિંગ ડિકલેર કરી હતી. આ રીતે ભારતે પર્થ ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાને જીતવા 534 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને