વિરાટ કોહલીના ઘરે પાણી આવે છે ફ્રાન્સથી અને લિટરની કિંમત છે…

2 hours ago 1
Virat Kohli's location   gets h2o  from France and the terms  per liter is

સચિન તેંદુલકર અને મહેન્દ્ર સિંહ ધોનીની જેમ જ ઓછા સમયમાં જે માત્ર ભારતનો નહીં પણ વિશ્વનો સેલિબ્રેટેડ ક્રિકેટર બની ગયો છે તે વિરાટ કોહલી (virat Kohli day special)નો આજે જન્મદિવસ છે. અભિનેત્રી અનુષ્કાનો પતિ આજે સોશિયલ મીડિયા પર છવાયેલો છે. તેના વિશે ઘણી વાતો આજે કહેવાઈ રહી છે, તેમાંથી એક વાત તમે સાંભળીને પાણી પાણી થઈ જશો. વાત છે વિરોટ કોહલીના પીવાંના પાણીની. વિરાટ ફીટનેસ ફ્રીક તરીકે પણ ઘણો ફેમસ છે. તે પોતાની લાઈફસ્ટાઈલ પણ ડિસિપ્લિન્ડ રાખે છે. શરીરને પૂરતા પ્રમાણમાં મિનરલ્સ અને પીએચ મળી રહે તે માટે વિરાટ Alkaline એટલે કે ક્ષારવાળુ પાણી પીએ છે. આ પાણીનો રંગ સફેદ નહીં પણ કાળો છે.

આમ તો આ પાણી બધે જ મળે છે, પરંતુ કોહલી ખાસ ફ્રાન્સથી પાણી મંગાવે છે અને તેનો ભાવ લિટરદીઠ રૂ. 4000 છે. હા એક લિટરના રૂ. 4000 કોહલી ચૂકવે છે. જો ઘરના બધા આ પાણી પીતા હોય તો કોહલીનો પાણીનો ખર્ચ જ કેટલો આવતો હશે તે વિચાર કરવા જેવો છે.

આ પણ વાંચો :કોહલીને 37મા જન્મદિનની શુભેચ્છામાં યુવીએ કહ્યું, ‘દુનિયા તારી વાપસીની રાહ જુએ છે’

જોકે કોહલી ભારતનો જ નહીં વિશ્વના ધનાઢ્ય ખેલાડીઓમાંનો એક છે. કરોડોની આવક ધરાવતો કોહલી બ્રાન્ડ્સ એન્ડોર્સમેન્ટ્સ અને સોશિયલ મીડિયાથી પણ ઘણું કમાઈ છે.

વાત કરીએ પાણીની તો આ પાણી શરીરનું પીએચ લેવલ જાળવી રાખે છે. આ સાથે પાચનક્રિયા અને કિડનીને એકદમ સ્વસ્થ રાખે છે. આ સાથે શરીરને સંપૂર્ણ તંદુરસ્ત રાખવા માટે આ પાણી મદદરૂપ થાય છે.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article