અમદાવાદ: હાલ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ચાલી રહેલી કામગીરીમાં એક મોટી દુર્ઘટનાં સર્જાવા પામી છે. દુર્ઘટના આણંદનાં વાસદ ગામ પાસે સર્જાય છે, જ્યાં પ્રોજેક્ટ માટે કામ કરી રહેલા શ્રમિકો ક્રોક્રિટનાં કાટમાળ નીચે દટાયા હતા. દુર્ધટનામાં 3 થી વધુ શ્રમિકો દટાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ-મુંબઈને બુલેટ ટ્રેનથી જોડનારા પ્રોજેક્ટની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે આ કામગીરી દરમિયાન આણંદ જિલ્લામાં એક દુર્ઘટના સર્જાય છે કે જ્યાં આણંદનાં વાંસદ પાસે બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન પથ્થરો તૂટીને પડતા પાંચ લોકો દબાયા હોવાની વિગતો મળી રહી છે. પ્રાથમિક માહિતીના આધારે કોન્ટ્રાકટરની બેદરકારી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
દુર્ઘટનાની માહિતી મળતા અધિકારીઓ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. કોંક્રીટ સ્ટ્રક્ચર હેઠળ 3થી વધુ કામદારો દટાયા હોવાના અહેવાલ હાલ મળી રહ્યા છે, આ દુર્ઘટના વાસડા નદી પર ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અકસ્માત સર્જાય છે.
આપણ વાંચો: ગુજરાતમાં બુલેટ ટ્રેન કોરિડોરના 12 પુલનું કામ પૂર્ણ…
પુરજોશમાં ચાલી રહી છે કામગીરી:
હાલ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન કોરિડોર માટે ગુજરાતમાં કુલ 20 નદી પુલમાંથી 12નું નિર્માણ પૂરું થઈ ગયું છે. અધિકારીઓ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે.
આ બુલેટ ટ્રેનની લંબાઈ 508 કિલોમીટર છે. મુંબઈ-અમદાવાદ રૂટ એ ભારતનો એકમાત્ર માન્ય હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ છે, જેના નિર્માણમાં જાપાન સરકાર પણ મદદ કરી રહી છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી અમદાવાદ અને મુંબઈ વચ્ચેનું 508 કિલોમીટરના અંતર માત્ર 2 કલાકમાં જ કાપી શકાશે.