દિલ્હી: રણજી ટ્રોફી 2024-25ના ગ્રુપ સ્ટેજના અંતિમ મેચ રમાઈ રહ્યા છે, આ મેચ ખુબ ખાસ છે કેમ કે ટીમ ઇન્ડીયાના સિનયર ખેલાડીઓમાં ડોમેસ્ટિક ક્રિકેટમાં ભાગ લઇ રહ્યા છે. એવામાં ગઈ કાલે શરુ થયેલી દિલ્હી વિરુદ્ધ રેલ્વે ટીમની મેચ (Delhi vs Railway Ranji Match) જોવા અરુણ જેટલી સ્ટેડીયમમાં દર્શકોની ભારે ભીડ ઉમટી હતી, જેનું કારણ હતો ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી વિરાટ કોહલી (Virat Kohli). વિરાટ 13 વર્ષ પછી રણજી ટ્રોફી મેચ રમી રહ્યો છે. આ દરમિયાન, ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓફ સ્પિન બોલર હરભજન સિંહે (Harbhajan Singh)વિરાટને સલાહ આપી છે.
વિરાટ પર પ્રેસર:
છેલ્લા કેટલાક સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટ ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યો છે, આથી ડોમેસ્ટિક ક્રિકેટમાં વિરાટ પર રન બનાવવાનું અને ફોર્મ પરત મેળવવાનું પ્રેસર છે. હરભજન સિંહે વિરાટ કોહલીને રણજી ટ્રોફીમાં રન બનાવવાની ચિંતા છોડીને ગેમ નો આનંદ માણવાની સલાહ આપી છે.
ચાહકોનું ઘોડાપુર:
વિરાટેને રણજી ટ્રોફીમાં રમતો જોવા માટે સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા. એક ચાહક મેદાનમાં ઘૂસી ગયો હતો અને વિરાટના પગે પડ્યો હતો. સ્ટેડિયમમાં એકઠા થયેલા લોકો સતત ‘વિરાટ…વિરાટ…’ની બૂમો પાડી રહ્યા છે. વિરાટ પર ચાહકોનું અભિવાદન સ્વિકારતો જોવા મળ્યો.
આ પણ વાંચો…હૅટ-ટ્રિકમૅન શાર્દુલ, રહાણે, સિદ્ધેશે મુંબઈને પહેલા જ દિવસે મજબૂત પકડ અપાવી, જુઓ કેવી રીતે…
હરભજની વિરાટને સલાહ:
હરભજનના મતે, વિરાટનું ધ્યાન ક્રિકેટનો આનંદ માણવાનો હોવો જોઈએ અને યુવા ખેલાડીઓને પ્રેરણા આપવાનો હોવો જોઈએ, પછી ભલે વિરાટ રન બનાવે કે ન બનાવે. વિરાટ એક રોલ મોડેલ છે અને યુવાનો તેમની પાસેથી પ્રેરણા લે છે. જો હું તેની જગ્યાએ હોત, તો મને મજા આવી હોત.
હરભજને કહ્યું કે વિરાટે પ્રેસરને બાજુ પર રાખીને હેમનો આનંદ માણવો જોઈએ અને યુવાનોને બતાવવું જોઈએ કે તેઓ વિરાટ કોહલી કેવી રીતે બનવું.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને