વિશેષ : દેશની સૌથી જૂની રામલીલા જેને તુલસીદાસે પોતે શરૂ કરાવી હતી

2 hours ago 1

-ડૉ. અનિતા રાઠૌર

શું તમે જાણો છો કે દેશમાં સૌથી જૂની અને સૌ પ્રથમ રામલીલા કઇ હતી? જી હા ઉત્તર પ્રદેશની રાજધાની લખનઊના એશબાગની રામલીલા છે. આ રામલીલાનું નાટક ૫૦૦ વર્ષથી વધુ જૂનું છે. આ સાથે જોડાયેલી સૌથી ખાસ વાત એ છે કે તેને ગોસ્વામી તુલસીદાસે પોતે શરૂ કરાવી હતી. ૧૬મી સદીમાં જ્યારે તુલસીદાસજીએ પોતાનો આ ગ્રંથ પૂરો કર્યો હતો અને તેને લોકો સુધી પહોંચાડવાની વિવિધ રીતો વિચારી હતી. તે દિવસોમાં તેમણે એક વખત ચોમાસાનો પ્રવાસ લખનઊના વર્તમાન એશબાગ વિસ્તારમાં કર્યો હતો અને વરસાદના દિવસોમાં દરરોજ એક પોતાની લખેલી રામકથા (રામચરિતમાનસ) લોકોને સંભળાવી હતી. આ ક્રમમાં તેમને એક દિવસ વિચાર આવ્યો કે કેમ ના આ કથાને સાંભળવા કરતાં એવી જ રીતે અભિનય કરવામાં આવે જેનાથી લોકોને સરળતાથી રામકથા સમજાઇ જશે.

આ વિચારને તેમણે પોતાની કથા સાંભળતા લોકો સાથે વાત કરી હતી. તેમને આ વિચાર પસંદ આવ્યો, પરંતુ સવાલ એ હતો કે જેવી રીતે તુલસીદાસે માનસ લખી હતી તેવી જ રીતે અભિયન કોણ કરશે.


| Also Read: વેર- વિખેર -પ્રકરણ -૮૦


વાસ્તવમાં સામાન્ય લોકો વચ્ચે ત્યારે આ કથા એટલી લોકપ્રિય નહોતી કે સામાન્ય લોકો તેને પૂરી રીતે આત્મસાત કરી દીધી હોય. અભિનય સંભવ કરી શકે. આ સાધુ સંતો મારફતે શક્ય હતું. કારણ કે સાધુ સંતો આ કથાથી સારી રીતે પરિચિત હતા. તુલસીદાસ બાબાએ આ સંબંધમાં સાધુ સંતો સાથે ચર્ચા કરી કે તો તેઓ પણ ખુશીથી ઝૂમી ઉઠ્યા અને આ માટે તૈયાર થઇ ગયા હતા. આ રીતે ૧૬મી સદીમાં પ્રથમવાર રામલીલા અભિનયની શરૂઆત અયોધ્યાના સાધુસંતો મારફતે થઇ હતી. કહેવાની જરૂર નથી કે લોકોને આ ખૂબ પસંદ આવી તથા તેને સારું સમર્થન મળ્યું હતું. લોકો રામ કથાને પોતાની આંખોની સામે સ્ટેજ પર થતી જોઇને અભિભૂત થઇ ગયા હતા. આ રીતે દેશમાં રામલીલાના નાટકની મહાન સાંસ્કૃતિક અભિયાન શરૂ થઇ ગયું હતું.

આ તે દિવસ હતો જ્યારે લખનઊમાં ગંગા જમના તહજીબની ખૂબ બોલબાલા હતી. હિંદુ અને અહીંના શિયા મુસ્લિમો કોઇ પણ પ્રકારના ધાર્મિક ભેદભાવ વિના એકબીજા સાથે રહેતા હતા આ કારણ છે કે ફક્ત શિયા મુસ્લિમોએ શરૂઆતમાં રામલીલામાં વિવિધ પાત્રોમાં અભિનય કર્યો હતો. અવધના ત્રીજા બાદશાહ અલી શાહ જેના ઉત્તરાધિકારી વાજિદ અલી શાહ હતા. તેમણે તો શાહી ખજાનામાંથી આ રામલીલા નાટક માટે મદદ કરી હતી. આ રીતે રામચરિતમાનસના રચયિતા ગોસ્વામી તુલસીદાસજીના નિર્દેશમાં રામલીલાના નાટકની શરૂઆત થઇ હતી, સ્થાનિક લોક સાથે સાથે તત્કાલીન લખનઊના મુસ્લિમ સમાજે પણ તેમાં ભરપૂર યોગદાન આપ્યું હતું. પરંતુ આ રામલીલાને જે લોકોએ શિખર પર પહોંચાડી જેમાં સાધુ સમાજ હતો. અવધના નવાબ આસિફુદદ્દૌલાએ આ માટે ભરપૂર આર્થિક મદદ કરી હતી. તેમણે લખનઊમાં ઇદગાહ અને રામલીલા બન્ને માટે સાડા છ-છ એકર જમીન ઉપલબ્ધ કરાવી હતી. રામલીલા સાથે તેમને એટલો પ્રેમ હતો કે તેઓ પોતે તેનો પાઠ કરતા હતા.

પરંતુ ૧૮૫૭માં જેવું અંગ્રેજો વિરુદ્ધ આ દેશમાં આંદોલન શરૂ થયું કે માહોલ પૂરી રીતે બદલાઇ ગયો હતો. જેના કારણે ૧૮૫૭થી ૧૮૫૯ સુધી એશબાગની આ ઐતિહાસિક રામલીલા બંધ રહી હતી. જ્યારે ૧૮૬૦માં આ ફરીથી શરૂ થઇ હતી. તો તેનું આધુનિક સ્વરૂપ સામે આવ્યું હતું. આ માટે એશબાગની રામલીલા કમિટીની રચના કરવામાં આવી હતી જે ત્યારથી રામલીલાનું નાટક ચિત્રકૂટ અને બનારસમાં કર્યું હતું. એમ પણ કહેવામાં આવે છે કે ઐતિહાસિક રામલીલા નાટકની શરૂઆત અગાઉ બાબા તુલસીદાસે ‘વિનય પત્રિકા’ લખી હતી. હવે આ સ્થળ પર તુલસી શોધ સંસ્થાની ઇમારત છે જેને રામલીલા કમિટીએ જ વર્ષ ૨૦૦૪માં બનાવી હતી.


| Also Read: ફોકસ: આવો આ વખતે આપણા દુર્ગુણોના આ રાવણોને સળગાવીએ


જોકે ૧૬મી સદીમાં જ્યારે રામલીલાની શરૂઆત થઇ હતી ત્યારથી આજ સુધીમાં તેના નાટકમાં અનેક પરિવર્તન થયા છે. તેમ છતાં રામલીલાઓની મૂળ સંકલ્પના એ જ છે. જે ૫૦૦ વર્ષ અગાઉ તુલસીદાસે નક્કી કરી હતી. આ રામલીલાઓમાં રામની કથાને સારી રીતે પ્રસ્તૃત કરાઇ છે.

કારણ કે છેલ્લાં ૫૦૦ વર્ષેમાં આપણી અભિવ્યક્તિની રીત ખૂબ ઉન્નત અને આધુનિકતાથી ભરપૂર થઇ ગઇ હતી. એટલા માટે ૫૦૦ વર્ષ અગાઉની રામલીલાઓ અને આજની રામલીલામાં જમીન આકાશનો ફેર છે. પછી પણ મૂળ પાઠ એક જ છે. એશબાગ રામલીલા સાથે સૌથી ખાસ વાત એ છે કે જ્યાં દેશમાં પ્રથમ રામલીલાના મંચનું સૌભાગ્ય નવાબોની નગરીના આ વિસ્તારમાં હાંસલ કર્યું છે. આજે આખા દેશમાં સૌથી હાઇટેક રામલીલા પણ અહીં એશબાગની રામલીલા છે.

એશબાગની આ રામલીલા આજે દુનિયામાં પ્રસિદ્ધ છે. આ કારણ છે કે દર વર્ષે જેને જોવા માટે દેશના ખૂણેખૂણામાંથી જ નહીં, પરંતુ દુનિયામાંથી સેંકડો લોકો અહીં આવે છે, તેનું ડિજિટલ પ્રસારણ થાય છે. આ રામલીલામાં દેશના જાણીતા અભિનેતા સામેલ થાય છે. જેઓ મહિના અગાઉથી રિહર્સલ શરૂ કરી દે છે. આ કલાકારોની એક ખાસ વાત એ છે કે આ અભિનય માટે કોઇ ફી લેતા નથી. અહીં તુલસી શોધ સંસ્થામાં આવેલી રામચરિતમાનસના મેદાનની વચ્ચે થાય છે ત્યારે આજકાલ તેનો પાઠ આધુનિક સુવિધાઓથી સજજ હોલમાં થાય છે.


| Also Read: અલૌકિક દર્શન: પાંચ જ્ઞાનેન્દ્રિયો ને કર્મેન્દ્રિયો આપણો જગત સાથે સંપર્ક સાધે છે


એટલા માટે જોઇએ તો દેશની પ્રથમ રામલીલાએ પોતાની સફરમાં સફળતા હાંસલ કરી છે. જોકે આજે દેશની જ, પરંતુ વિશ્ર્વની સેંકડો જગ્યાઓ પર રામકથાઓ અથવા રામની લીલાઓના પાઠ થાય છે. સત્ય વાત એ છે કે અનેક દેશોમાં આખા વર્ષ માટે રામકથાના પાઠ થાય છે, પરંતુ જ્યારે પણ રામકથાના ઇતિહાસના પાના પલટવામાં આવે છે. ત્યારે સૌ પ્રથમ ઉલ્લેખ લખનઊની એશબાગની રામલીલાનો થાય છે.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article