Ambaji Temple celebrates Sharadpurnima ample  fig   of devotees gathered

Lઅંબાજીઃ નવરાત્રીના તહેવાર બાદ ગુજરાતમાં શરદપૂર્ણિમાનુ વિશેષ મહત્વ હોય છે, જેને પગલે ધાર્મિક સ્થળો ઉપર શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડતી હોય છે. ત્યારે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલા પ્રસિદ્ધ તીર્થસ્થળ અંબાજીમાં પણ શરદપૂર્ણિમાએ યાત્રિકોનો ભારે મેળાવડો જોવા મળ્યો હતો. શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે મંગળા આરતીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યુ હતું.

દિવાળી પહેલા વર્ષની છેલ્લી પૂનમ એટલે શરદપૂર્ણિમા હોવાથી શ્રદ્ધાળુઓ શક્તિપીઠ અંબાજી ખાતે મોટી સંખ્યામાં યાત્રિકો દર્શનાર્થે આવ્યા હતા. શરદપૂર્ણિમાએ અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જામી હતી. વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું.

વહેલી સવારે મંગળા આરતીમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. ગઈકાલે રાત્રે 12 વાગ્યે દૂધ પૌવાનો પ્રોગ્રામ યોજાયો હતો. ગઈકાલે રાત્રે 12 વાગ્યે કપૂર આરતી કરવામાં આવી હતી. ત્યાર બાદ તમામ ભક્તોને દૂધ પૌવાનો પ્રસાદ આપવામાં આવ્યો હતો.

શરદપૂર્ણિમાની રાત્રે દૂધપૌંઆનું પણ વિશેષ મહત્વ રહેલું હોય છે. જ્યાં અંબાજી મંદિરમાં ચંદ્રની કિરણો વચ્ચે ચાંદીના બેડામાં દૂધપૌંઆ મુકવામાં આવ્યા હતા. રાત્રીના બાર કલાકે માતાજીને નૈવેધ ધરવામાં આવ્યુ હતુ તેમજ કપૂર આરતી કરવામાં આવી હતી. એક માન્યતા છે કે, શરદપૂર્ણિમાના ચંદ્રની કિરણો દૂધપૌંઆમાં ઉતરે છે અને તેને આરોગવાથી મનુષ્યના શારીરિક વિકારો દૂર થઇ જતા હોય છે.

Also Read –