56 restaurants successful  Mumbai offering ideology  discount for voters

મુંબઈ: આજે મહારાષ્ટ્ર વિધાભાચુંટણી માટે મતદાન (Polling for Maharashtra assembly election) થઇ રહ્યું છે, વડા પ્રધાન મોદી સહીત દિગ્ગજ નેતાઓએ લોકોને વધુને વધુ મતદાન કરવા આપીલ કરી છે. લોકો મતદાન કરી શકે એ માટે રાજ્યમાં જાહેર રાજા જાહેર કરવામાં આવી છે. મતદાનમાં લોકોની ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે મુંબઈની 56 રેસ્ટોરન્ટ્સ પર પોતાની રીતે યોગદાન આપી રહી છે. શહેરની 56 રેસ્ટોરન્ટ મતદાન કરીને આવતા મતદારોને 20 ટકા ‘ડેમોક્રેસી ડિસ્કાઉન્ટ’ની આપી રહી છે.

બે દિવસ મળશે ડિસ્કાઉન્ટ:
નેશનલ રેસ્ટોરન્ટ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (NRAI) ના મુંબઈ યુનિટ દ્વારા આ પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલનો ઉદ્દેશ્ય મતદારોને મતદાન માટે પ્રોત્સાહિત કરવાનો છે. મતદારોને 20 અને 21 નવેમ્બરના રોજ આ 56 રેસ્ટોરન્ટમાં કુલ બિલ પર 20 ટકા ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકે છે. ડિસ્કાઉન્ટ મેળવવા માટે, ગ્રાહકોએ મુંબઈના રહેવાસી હોવાની પુષ્ટિ કરી કરતા ડોક્યુમેન્ટ, વોટર ID કાર્ડ સાથે શાહીવાળી આંગળી બતાવવી પડશે.

આ જાણીતી રેસ્ટોરન્ટનો સમાવેશ:
NRAIએ શહેરની 56 રેસ્ટોરન્ટ્સની યાદી આપી છે, જેમાં ધ બોમ્બે કેન્ટીન, ઓ પેડ્રો, વેરોનિકાઝ, બોમ્બે સ્વીટ શોપ બાય હંગર ઇન્ક, રાહુલ અકરકર્સ ઓડે અને વારસા; રિયાઝ અમલાનીઝ સોશિયલ એન્ડ સ્મોક ડેલીના આઉટલેટ્સ; ક્રોમ હોસ્પિટાલિટીની લિલા અને ઇવ; જોરાવર કાલરાની પા પા યા અને ફરઝી કાફે; રશેલ ગોએન્કાની ધ સેસી સ્પૂન; અને પ્રણવ રૂંગટાની નક્ષા જેવા લોકપ્રિય આઉટલેટ્સનો સમાવેશ થાય છે.

મુંબઈમાં ઓછું મતદાન:
નોંધનીય છે કે સામાન્ય રીતે મુંબઈ શહેરમાં મતદાન માટે ઓછો ઉત્સાહ જોવા મળે છે. 2019ની વિધાનસભા ચૂંટણીમાં, મુંબઈમાં અંદાજે 50.67% મતદાન નોંધાયું હતું, જે રાજ્યની સરેરાશ 61.44% કરતા ઘણું ઓછું હતું. આ વર્ષની લોકસભા સભા ચૂંટણીઓમાં મુંબઈમાં 52.4 ટકા મતદાન થયું હતું, 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન 55.4 ટકા મતદાન નોંધાયું હતું.

Also Read – Maharashtra Election 2024 : મુંબઈ ઉપનગરમાં સાડા સાત ટકા મતદાન સાથે રાજ્યમાં આટલું મતદાન

20 ટકા ‘ડેમોક્રેસી ડિસ્કાઉન્ટ’ ઓફર કરતી રેસ્ટોરન્ટ યાદી:

  1. સિલ્વર બીચ કાફે
  2. નોમ નોમ, ખાર
  3. એસ્ટેલા
  4. અકિના
  5. સેસી સ્પૂન
  6. Saz કાફે
  7. પિંગ્સ
  8. નકશા
  9. તમક
  10. ટેફ્ટૂન
  11. લીલા
  12. ઇવ, પવઇ એન્ડ વર્લી
  13. ડોના ડેલી
  14. શાઈ
  15. બોનોબો
  16. જમજાર ડીનર
  17. સોશિયલ – બધા આઉટલેટ્સ
  18. સ્મોક હાઉસ ડેલી – તમામ આઉટલેટ્સ
  19. લોર્ડ ઓફ ડ્રિન્ક્સ
  20. નોટ જસ્ટ તમાશા
  21. ગાર્નેટ
  22. ફ્લાઈંગ સોસર
  23. સ્ટેપ્સ કાફે, બાંદ્રા
  24. ગ્રેટ પંજાબ, દાદર
  25. પિન્ટ્સ ઓફ વિઝડમ, BKC
  26. ઓહ સો સિલી, ખાર
  27. મિર્ચી એન્ડ માઇમ, પવઇ અને થાણે
  28. મડેઇરા એન્ડ માઇમ
  29. ઝીમા
  30. શવર્મા ફેક્ટરી
  31. જોશઃ ઈન્ડિયન ઈટ સ્ટ્રીટ
  32. ક્લિયરિંગ હાઉસ
  33. ટેટ, વિક્રોલી
  34. ક્યુ સેરા સેરા
  35. બ્લાહ! BKC અને સાન્તાક્રુઝ આઉટલેટ
  36. કેસર એન્ડ સોયા, જુહુ
  37. લોર્ડ ઓફ ધ ડ્રિંક્સ, પવઇ
  38. ફરઝી કાફે ઓબેરોય
  39. ⁠પા પા યા – બધા આઉટલેટ્સ
  40. મેઇનલેન્ડ ચાઇના
  41. એશિયા કિચન બાય મેઇનલેન્ડ ચાઇના
  42. એપિસોડ
  43. બોહોબા
  44. ગ્લોબલ ગ્રિલ, મલાડ
  45. ગોંગ
  46. એજીયો – કાફે અને બેકહાઉસ
  47. બોમ્બે કેન્ટીન
  48. ઓ પેડ્રો
  49. વેરોનિકા
  50. બોમ્બે સ્વીટ શોપ
  51. હક્કાસન
  52. યૌઆચા
  53. નારા થાઈ
  54. સીન સીન
  55. ઓડે
  56. વારસા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને