Fadnavis' beingness  successful  danger Screen Grab: Deccan Herald

નાગપુર: બુધવારે દેવેન્દ્ર ફડણવીસ સર્વસંમતિથી મહારાષ્ટ્ર બીજેપી વિધાનમંડળના નેતા તરીકે ચૂંટાયા બાદ હવે ત્રીજી વખત મુખ્ય પ્રધાન બનવાનો માર્ગ મોકળો થયો છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનવા જઈ રહેલા દેવેન્દ્ર ફડણવીસને તેમની શાળાના શિક્ષક સાવિત્રી સુબ્રમણિયમે યાદ કરીને કહ્યું કે, તે એક સંવેદનશીલ, નમ્ર અને મદદગાર વિદ્યાર્થી હતા જેમણે ક્યારેય તેમના કુટુંબની રાજકીય પૃષ્ઠભૂમિ વિશે મોટાઈ બતાડી નહોતી. તે ક્લાસમાં ઉંચા હોવાથી ‘બેક બેન્ચર’ હતા.

નાગપુરના સૌથી યુવા મેયર અને છ વખત ધારાસભ્ય, ફડણવીસે તેમનું શાળાકીય શિક્ષણ મહારાષ્ટ્રની બીજી રાજધાની નાગપુરમાં પૂર્ણ કર્યું હતું. તેમના સ્વભાવને યાદ કરતાં સુબ્રમણિયમે કહ્યું, “ફડણવીસ અભ્યાસમાં સરેરાશ અને સાધારણ હતા. તેઓ ખૂબ જ નમ્ર, ખુશમિજાજ,જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની મદદ કરનાર અને સંવેદનશીલ વિદ્યાર્થી હતા. તેમની આખી ક્લાસ બેચ ઘણી સમજદાર હતી. તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે ફડણવીસ એક સારા વક્તા બનશે કારણ કે તેઓ શાળાના દિવસોમાં ક્યારેય સ્ટેજ પર આવ્યા નથી કે સ્ટેજ પર પરફોર્મ કર્યું નથી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં વિદ્યાર્થી કાર્યકર્તા તરીકે જોડાયા બાદ તેમણે આ ગુણો કેળવ્યા હશે,” તેમણે ઉમેર્યું.

આ પણ વાંચો : દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના 31મા મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે, ભૂતકાળના મુખ્ય પ્રધાનોની યાદી

સુબ્રમણિયમે યાદ કરતા કહ્યું કે, ફડણવીસ ખૂબ જ નાની ઉંમરે (૨૭ વર્ષની) નાગપુરના મેયર બન્યા ત્યારે શાળામાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ફડણવીસ તેમની બેચના રીયુનિયન વખતે સપરિવાર આવ્યા હતા.

ફડણવીસ ફરીથી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનતા ખુશી વ્યક્ત કરતાં, સુબ્રમણિયમે કહ્યું કે તેમને ફડણવીસની સિદ્ધિ પર ખૂબ ગર્વ છે, અને તેમને સમાજના તમામ વર્ગોને સાથે લઈને રાજ્યને ફરીથી પ્રગતિશીલ બનાવવા માટે મહારાષ્ટ્રના લોકોને એક કરવાની સલાહ આપી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને