શિયાળો દસ્તક દઈ રહ્યો છે. પ્રદૂષણને લીધે શહેરોમાં ઓછી ઠંડી વર્તાય છે, પરંતુ વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો થવા લાગ્યો છે. જે રાજ્યોમાં ઠંડી બહુ પડે છે ત્યાના લોકો માટે સવારનો તડકો રાહત આપનારો હોય છે. સ્વેટર સહિતના ગરમ કપડા ભલે રક્ષણ આપે, પરંતુ કુદરતી એવો તડકો લેવાની મજા આવે છે અને તેના શરીરને પણ ઘણા ફાયદા થાય છે.
આ પણ વાંચો : બનારસની આ ફેમસ મીઠાઈ માત્ર શિયાળામાં જ કેમ મળે છે?
કડકડતી ઠંડીમાં સૂર્યસ્નાન સનબાથ લેવાની સિસ્ટમ વિદેશોમાં પણ છે, જ્યાં વર્ષના મોટાભાગનો સમય ઠંડીનું વાતાવરણ રહે છે. તો તમે પણ શિયાળામાં દસેક મિનિટ તડકો લો અને શરીરને આ રીતે તંદુરસ્ત બનાવો.
શિયાળામાં તડકામાં ક્યારે અને કેટલા સમય માટે બેસવું?
ખરેખર, સવારે 8 થી 9 નો સમય સૂર્યસ્નાન માટે શ્રેષ્ઠ છે. પરંતુ શિયાળામાં, સૂર્યપ્રકાશ મોડો દેખાય છે અને સવારે વધુ પ્રદૂષણ થાય છે. આવી સ્થિતિમાં, આ સમયગાળા દરમિયાન શ્રેષ્ઠ સમય સવારે 10 થી બપોરે 3 વાગ્યા સુધીનો છે.
માત્ર સૂર્યપ્રકાશમાં થોડો સમય વિતાવવાથી ઘણા સ્વાસ્થ્ય લાભો મળે છે. મહત્તમ લાભ મેળવવા માટે, દરરોજ ઓછામાં ઓછા 15-20 મિનિટ માટે સૂર્યના કિરણોને તમારા શરીર પર પડવા દો.
શરીર અને મનને થાય છે આ ફાયદા
- શરીરને શેક મળે છેઃ
તડકામાં બેસવાથી આખા શરીરને તાપ મળે છે. તડકામાં બેસવાથી શરીરને વિટામિન ડી મળે છે તે આપણે સૌ કોઈ જાણીએ છીએ. આ સિવાય રોગપ્રતિકારક શક્તિ પણ ખૂબ જ મજબૂત થાય છે. - ઊંઘની ગુણવત્તામાં સુધારો
સૂર્યપ્રકાશ તમારી ઊંઘની ગુણવત્તામાં સુધારો કરે છે અને તમને મેલાટોનિન ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. જો તમને ઊંઘ સંબંધિત સમસ્યા હોય તો દિવસ દરમિયાન થોડો સમય તડકામાં બેસો. - તડકામાં બેસવાથી હતાશા દૂર થાય છે
સૂર્યપ્રકાશમાં હાજર સેરોટોનિન, મેલાટોનિન અને ડોપામાઇન તમારા માનસિક સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. આ ચિંતા અને હતાશાનું જોખમ ઘટાડે છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને