નીલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારમાં ગમે એટલી અફડાતફડી હોય, નવા આઈપીઓની વણજાર ચાલુ છે. આ સપ્તાહે સાત કંપની લિસ્ટીંગ મેળવશે, જ્યારે એક કંપનીના શેરનું દોઢ વર્ષ પછી ફરી લિસ્ટીંગ થયું છે. આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેકસમાં વિશ્વ બજારની તેજી અને બેન્ક શેરોના ઉછાળા સાથે ૬૦૦ પોઇન્ટની જંપ જોવા મળી છે, જ્યારે નિફ્ટી ૨૩,૬૦૦ની ઉપર છે. નિષ્ણાતો અનુસાર નિફ્ટી માટે ૨૪, ૦૦૦ની સપાટી વટાવવી નિર્ણાયક છે, જે અંગે મુંબઇ સમાચારમાં આજની ફોરકાસ્ટ કોલમમાં વિગતવાર માહિતી અપાઇ છે.
રોકાણકારો માટે આ સપ્તાહમાં પણ ચાર આઇપીઓ આવવાના છે. જેમાંથી એક આઇપીઓ મેઈનબોર્ડ સેગમેન્ટનો છે અને ત્રણ પ્રારંભિક જાહેર ભરણાં એસએમઈ સેગમેન્ટના છે આ ઉપરાંત સાત કંપનીઓ શેરબજારમાં લિસ્ટિંગ સાથે ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ કંપનીઓમાં ડેન્ટા વોટર એન્ડ ઇન્ફ્રા સોલ્યુશન્સ ૨૨ જાન્યુઆરીએ ખુલશે, એ જ રીતે, એસએમઈ સેગમેન્ટમાં કુલ ત્રણ જાહેર ભરણાં સબસ્ક્રિપ્શન માટે ખુલવા જઈ રહ્યા છે. આમાંથી કેપિટલ નંબર્સ ઇન્ફોટેકનો IPO, જેની કિંમત રૂ. 250-263 છે, તે 20 જાન્યુઆરીએ લોન્ચ થશે. તો રેક્સપ્રો એન્ટરપ્રાઇઝિસનો IPO 22 જાન્યુઆરીથી ખુલશે. જ્યારે જીબી લોજિસ્ટિક્સનો IPO 24 જાન્યુઆરીએ ખુલશે.
Also read: અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે Donald Trump 20 જાન્યુઆરીએ શપથ લેશે, જાણો શેરબજાર પર શું અસર થશે
દરમીયાન, સ્વાન ડિફેન્સ એન્ડ હેવી ઇન્ડસ્ટ્રીઝે સોમવારે દલાલ સ્ટ્રીટમાં પુનરાગમન કર્યું, તેના શેર 1.5 વર્ષના વિરામ પછી નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર ફરીથી સૂચિબદ્ધ થયા. સત્ર દરમિયાન બીએસઈ પર આ સ્ટોક પાંચ ટકા જેટલો આગળ વધ્યો હતો. તાજેતરમાં એક અહેવાલ આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે આગામી બે વર્ષમાં દેશમાં 1000 થી વધુ IPO આવવાની શક્યતા છે. બજારમાં આગામી સમયમાં અફડાતફડી ચાલુ રહી શકે છે, કારણ કે પ્રમુખ-ચુંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પ હેઠળ યુએસ નીતિ માળખા વિશે રોકાણકારોની ચિંતા અને સ્થાનિક કોર્પોરેટ કમાણીમાં સંભવિત મંદી સેન્ટિમેન્ટ પર ભાર મૂકે છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને