"Ganesh Mandals hole   for immersion successful  artificial pond aft  authorities  meeting."

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: માધી ગણેશચર્તુથી દરમિયાન કાંદિવલીના ચારકોપના ગણેશમંડળોની પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિને માર્વેમાં વિસર્જન કરતા રોકવામાં આવ્યા બાદ આખો મુદ્દો ગઈકાલે રાજ્ય સરકાર પાસે પહોંચી ગયો હતો. પીઓપીની બનેલી ગણેશમૂર્તિનું વિસર્જન કુદરતી વિસર્જન સ્થળે કરવા માગતા ગણેશમંડળોને રાજ્ય સરકારે મચક નહીં આપતા હવે તેમનો સૂર બદલાઈ ગયો છે અને હવે આજે માધીગણેશના અગિયારમાં દિવસના ગણપતિનું વિસર્જન મુંબઈના જુદા જુદા સ્થળે બનાવવામાં આવેલા કૃત્રિમ વિસર્જન સ્થળે કરવા સિવાય મંડળો પાસે કોઈ છૂટકો રહ્યો નથી. એ સાથે જ સાત દિવસના ગણપતિની મૂર્તિનું અત્યાર સુધી વિસર્જન થઈ શક્યું નહોતું, તે મૂર્તિના વિસર્જન પણ હવે કૃત્રિમ વિસર્જન સ્થળ પર જ આજે કરવામાં આવવાના છે.

માધી ગણેશોત્સવ દરમિયાન પ્લાસ્ટર ઓફ પેરિસની ગણેશમૂર્તિના વિસર્જનમાં લઈને ધમાસણ મચી ગયું હતું. ચારકોપની પીઓપીની મૂર્તિનું વિસર્જન માર્વેમાં પાલિકાએ કરવા દીધું નહોતું. ગણેશમૂર્તિકાર સંઘટનના અધ્યક્ષ પ્રશાંત દેસાઈએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે પીઓપીની મૂર્તિનો મુદ્દે કોર્ટના આદેશનું પાલન કરવા સિવાય કોઈ છૂટકો નથી. અમે રાજ્ય સરકાર સાથે સતત બે દિવસ બેઠક કરી હતી. મંડળો કૃત્રિમ તળાવમાં ગણેશમૂર્તિનું વિસર્જન કરવા માટે તૈયાર છે. મંગળવારે અગિયારમાં દિવસે ગણેશમૂર્તિના વિસર્જન કરવા માટે મંડળો તૈયાર છે. અમે કોર્ટના આદેશને માન આપીએ છીએ એ રાજય સરકાર સાથે ચર્ચા કર્યા બાદ કૃત્રિમ તળાવમાં મૂર્તિના વિસર્જન કરવા માટે મંડળોએ હામી ભરી છે. ગણપતિની મૂર્તિને વિસર્જન કરતા પોલીસ દ્વારા અમને રોકવામાં આવ્યા હતા, તેની સામે જ અમારી ફરિયાદ હતી.

Also read: ગણેશમંડળોને મંડપ ઊભા કરવા ઓનલાઈન મંજૂરી મળશે

હાઈકોર્ટના આદેશને પગલે રાજ્ય સરકાર સાથે કોઈ સમાધાન થયું ન હોવાથી મંગળવારે હવે માધી ગણેશજયંતિ નિમિત્તે સ્થાપવામાં આવેલી ઉપનગરમાં મલાડ, કાંદિવલી સહિત ઉપનગરમાં બાવીસ મંડળોની પીઓપીની ગણેશમૂર્તિઓનું વિસર્જન હવે મંગળવારે કૃત્રિમ તળાવોમાં કરવામાં આવે એવી શક્યતા છે. આ મંડળોએ સાત દિવસના ગણપતિ લીધા હતા.
આ દરમિયાન મંગળારે માધી ગણપતિબાપ્પાના અગિયારમા દિવસના વિસર્જન માટે મુંબઈ મહાનગરપાલિકાએ પણ કમર કસી લીધી છે. પાલિકા કમિશનરે તમામ આસિસ્ટન્ટ કમિશનરોને માધી ગણેશમૂર્તિનું મંગળવારે ૧૧ દિવસે વિસર્જન થયા બાદ પણ વધુ બે દિવસ સુધી કૃત્રિમ વિસર્જન સ્થળોને ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે, જેથી કરીને જોઈ કોઈ મંડળની મૂર્તિનું વિસર્જન બાકી રહ્યું હોય તો તેઓ કરી શકશે.

સોમવારે એક વિડિયો કોન્ફરન્સ મીટિંગ દરમિયાન વોર્ડ ઓફિસરોને સૂચના આપવામાં આવી હતી કે તેઓ ખાતરી કરે કે ગણેશ મૂર્તિના વિસર્જન ફક્ત કૃત્રિમ સ્થળોએ જ કરવામાં આવે અને કુદરતી વિસર્જન સ્થળો પર પ્લાસ્ટર ઓફ પેરિસ (પીઓપી)ની મૂર્તિનું વિસર્જન થાય નહીં તેની તકેદારી લેવાની રહેશે. કોર્ટના આદેશને પગલે પીઓપીની મૂર્તિના વિસર્જન પર પ્રતિબંધ છે અને મંડળોએ કોર્ટના આદેશનું પાલન કરવાનું રહેશે.

પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે માધી ગણેશ ઉત્સવની મંજૂરી ફક્ત પીઓપીની મૂર્તિઓ પર પ્રતિબંધ મૂકવાની બાંયધરી મેળવ્યા બાદ જ આપવામાં આવી છે. છ જાન્યુઆરીના રોજ જાહેર કરાયેલા પરિપત્રમાં અમે ચોખ્ખા શબ્દોમાં પીઓપીની મૂર્તિના વિસર્જનને મંજૂરી આપશું નહીં એવું લખ્યું હતું. ૩૦ જાન્યુઆરી, ૨૦૨૫ના બોમ્બે હાઈ કોર્ટના વચગાળાના આદેશ મુજબ કુદરતી જળાશયોમાં પીઓપીની મૂર્તિઓના વિસર્જન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તેને લાગુ કરવાની જવાબદારી પાલિકાની અને કલેકટરની છે. તેથી કોર્ટના આદેશ બાદ મૂર્તિના વિસર્જન માટે કૃત્રિમ વિસર્જન તળાવ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. ચારકોપ અને ભાંડુપના મંડળોએ તેમની મૂર્તિની સાઈઝ મોટી હોવાથી અમને કૃત્રિમ વિસર્જન સ્થળ મોટા કરી આપવાની માગણી કરી હતી, તે મુજબ વિસર્જન સ્થળની સાઈઝ મોટી કરી આપવામાં આવી છે. કોઈ પણ હિસાબે પીઓપીની મૂર્તિનું વિસર્જન કુદરતી સ્થળે કરવામાં આવશે નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને