ગાંધીનગર: ગુજરાતમાં તબીબી ક્ષેત્રની ભરતીને લઈને સરકારે સારા સમાચાર આપ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા આરોગ્ય વિભાગની સૌથી મોટી ભરતી જાહેર કરવામાં આવી છે, જાહેરાત અનુસાર આરોગ્ય વિભાગમાં આગામી સમયમાં 2 હજારથી પણ વધુ ભરતી કરવામાં આવશે. તબીબી અધિકારી વર્ગ 2ની 1506 જગ્યા સાથે જનરલ સર્જન અને ગાયનોકોલોજિસ્ટની જગ્યા પર પણ ભરતી કરવામાં આવશે.
આરોગ્ય વિભાગની સૌથી મોટી ભરતીની GPSC દ્વારા જાહેરાત કરવામાં આવી છે. GPSC દ્વારા કરવામાં આવેલી જાહેરાત અંતર્ગત ડૉક્ટરની ભરતી કરવામાં આવશે. આ સિવાય જનરલ સર્જન, ફિઝિશિયન, ગાયનેકોલોજિસ્ટ તેમજ વીમા અધિકારીની જગ્યા પર ભરતી કરાશે.
આ પણ વાંચો : ગુજરાત સરકાર બિન ખેડૂતોને પણ ખેડૂત બનાવવાની વેતરણમાંઃ અમિત ચાવડાના આકરા પ્રહાર
કઈ જગ્યા પર ભરતીની જાહેરાત
આ જાહેરાત અંતર્ગત 1500 જેટલા ડૉક્ટરની ભરતી કરવામાં આવશે. આ સિવાય જનરલ સર્જનની 200 જગ્યાઓ ભરવામાં આવશે. ફિઝિશિયનની 227 જગ્યાઓ, ગાયનેકોલોજિસ્ટની 273 જગ્યાઓ પર ભરતી કરાશે તેમજ વીમા અધિકારીની 147 જગ્યા ઉપર ભરતી કરાશે. વધુ વિગતો આયોગની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને