Helmet thrust  for authorities  officials launched successful  Gujarat IMAGE BY THE BLUNT TIMES

ગાંધીનગર: ગુજરાતમાં વધી રહેલા અકસ્માતોમાં લોકોના મૃત્યુ થઈ રહ્યા તેને હાઈકોર્ટના ચીફ જસ્ટીસે ખૂબ જ ગંભીર મુદ્દો ગણાવી રાજ્ય સરકારને હેલ્મેટ અને ટ્રાફિક નિયમોના અમલીકરણ માટે કડક પ્રયાસો કરવા તાકીદ કરી હતી.

તે બાદ રાજ્યના પોલીસ વડાએ પરિપત્ર જાહેર કરીને સરકારના દરેક કર્મચારીએ ફરજિયાત હેલ્મેટ નિયમોનું પાલન કરવા સૂચના આપી હતી અને તે માટેની ડ્રાઈવ પણ આજથી શરૂ કરવામાં આવી છે.

અનેક સરકારી બાબુઓને ઝડપ્યા

ગઇકાલે જ ગુજરાત પોલીસ દ્વારા સરકારી અધિકારીઓ હેલ્મેટના નિયમોનું પાલન કરે તે માટે એક પરિપત્ર જાહેર કરીને ડ્રાઈવ શરૂ કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું. તે અંતર્ગત આજે રાજ્યની સરકારી કચેરીઓની બહાર પોલીસ દ્વારા ડ્રાઈવ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા હેલ્મેટ નહિ પહેરનારા સરકારી અધિકારી-કર્મચારીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો.

આપણ વાંચો: સરકારી અધિકારીઓ માટે હેલ્મેટ પહેરવાનું ફરજિયાત: ગુજરાત પોલીસે બહાર પાડ્યો આદેશ

અમદાવાદના પૂર્વ-પશ્ચિમમાંથી 473 સરકારી બાબુ હેલ્મેટ વગર ઝડપાયા હતા. તેમની પાસેથી 2.36 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તે ઉપરાંત રાજકોટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતની સરકારી કચેરી પર હેલ્મેટ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જે દરમિયાન હેલ્મેટ વગર આવેલા 231 વાહન ચાલકોને ઝડપીને પોલીસે 1.18 લાખનો દંડ વસૂલ્યો હતો.

રાજ્યના પોલીસ વડાએ કરી અપીલ

રાજ્યના પોલીસ વડા IPS વિકાસ સહાયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્વીટ કરીને સરકારી અધિકારીઓને હેલ્મેટમના નિયમોના પાલનની ડ્રાઈવમાં સહકાર આપવા વિંનતી કરી હતી.

તેમણે કહ્યું, ” ગુજરાતના પ્રિય તમામ સરકારી કર્મચારીઓ, રાજ્યના જવાબદાર નાગરિકો તરીકે, તમારી પાસે અન્ય માટે રોલ મોડેલ બનવાની અપેક્ષા રાખવામાં આવે છે. આજે તમે બધા ટ્રાફિક નિયમોનું પાલન કરવાની, ખાસ કરીને હેલ્મેટ પહેરવાની પ્રતિજ્ઞા લો તો હું આભારી રહીશ.

આપણ વાંચો: Gujaratમાં હેલ્મેટના નિયમોનું કડક પાલન કરાવવા હાઇકોર્ટની તંત્રને તાકીદ

તેમણે એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. તેમણે કહ્યું કે હેલ્મેટના નિયમનું પાલન કરવાની મારી અપીલને આજે સવારે ગાંધીનગર સચિવાલયના કર્મચારીઓ તરફથી મળેલા સકારાત્મક પ્રતિભાવથી ખૂબ જ ખુશ છું. આ રીતે કામ ચાલુ રાખો.

આજથી ડ્રાઈવનો પ્રારંભ

રાજ્ય સરકારના દરેક કર્મચારીઓ માટે ફરજિયાત હેલ્મેટનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. રાજ્યમાં અકસ્માતોની ઘટનામાં લોકોના મૃત્યુ પર હાઇકોર્ટે સરકારને સૂચના આપી હતી.

તે બાદ રાજ્યના પોલીસ વડાએ પરિપત્ર જાહેર કરીને ગુજરાત સરકારના કર્મચારીઓ નિયમોનું પાલન કરે અને નાગરિકો માટે રોલ મોડલ બને તે માટે પોલીસ દ્વારા આજથી હેલ્મેટ અંગેના નિયમોનો ભંગ કરનારા સરકારી કર્મચારીઓ માટેની એક ડ્રાઈવ યોજવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને