નવી દિલ્હીઃ આજના ડિજિટલ યુગમાં કોઈપણ માહિતી શોધવા માટે Google એક હાથવગું અને અનિવાર્ય સાધન બની ગયું છે. નજીવી બાબતોના સવાલના જવાબ આપવાથી માંડીને જટિલમાં જટિલ વિષયો પરના સંશોધન સહિતના કોઈપણ કામ માટે Google સર્ચ એન્જિન એક વન સ્ટોપ સોલ્યુશન બની ગયું છે. Google આવવાથી લોકોને ઘણી સુવિધા થઈ ગઈ છે. તમે Google પર તમારા કામ માટે સર્ચ કરો છો કે એના પર નજર રાખતા હો છો. Google માં ઘણીવાર ગેરકાયદેસર અનૈતિક અથવા તો રાષ્ટ્રીય અને વૈશ્વિક સુરક્ષા માટે ખતરો ઊભો કરતી પ્રવૃત્તિઓ વિશે પણ સંશોધન કરવામાં આવે છે. વિશ્વભરની સરકારો અને કાયદા અમલીકરણ એજન્સીઓ પણ કાયદાનું પાલન સુનિશ્ચિત કરવા અને જાહેર સલામતી જાળવવા માટે ઓનલાઇન પ્રવૃત્તિઓ પર નજર રાખીને બેઠી હોય છે. તેથી સંવેદનશીલ વિષયો પર સર્ચ કરતી વખતે અથવા તો સંભવિત ગેરકાયદે વસ્તુઓ પર શોધ કરતી વખતે યુઝર્સોએ સંભવિત પરિણામથી વાકેફ રહેવું જોઈએ અને તેમની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ. તમારે કેટલાક વિષયો પર Google પર સર્ચ કરવાનું ટાળવું જોઈએ.
Googleની સુવિધાની સાથે કેટલીક જવાબદારી પણ આવે છે. શું તમે જાણો છો કે Google પર કેટલીક શોધ કરવી જોખમી જ નહીં પરંતુ કાનૂની રીતે ગુનો પણ ગણાય છે અને તમારી પર કાયદેસર કાર્યવાહી પણ થઈ શકે છે અને તમે જેલમાં પણ જઈ શકો છો. આપણે આ વિશે જાણીએ.
બૉમ્બ કેવી રીતે બનાવવો? :-
મોટાભાગના દેશોમાં બૉમ્બ બનાવવાની સૂચનાઓ શોધવી એ ગંભીર ગુનો ગણાય છે. દુનિયાભરની કાયદા અમલીકરણ એજન્સીઓ અને રાષ્ટ્રીય સુરક્ષા સંસ્થાઓ સંભવિત આતંકવાદના સ્વરૂપો અંગેની ઓનલાઇન પ્રવૃત્તિઓ પર નજીકથી નજર રાખે છે. બૉમ્બ કેવી રીતે બનાવવો જેવા વિષયો સર્ચ કરતી વખતે તમે તેમના હાથમાં ઝડપાઇ શકો છો. જો તમે જિજ્ઞાસા ખાતર પણ આ શોધ કરી હોય તો પણ આતંકવાદ વિરોધી કાયદાઓ અને શંકાના કારણે તમારા પર જોખમ આવી શકે છે અને તમારી ધરપકડ, પૂછપરછ અને કેદ પણ થઈ શકે છે.
ચાઈલ્ડ પોર્નોગ્રાફી
બાળકોની પોર્નોગ્રાફીને દરેક દેશમાં એક જધન્ય ગુનો ગણવામાં આવે છે. અને તે સમગ્ર વિશ્વમાં ગેરકાયદેસર છે. તેથી બાળશોષણને લગતી કોઈપણ વસ્તુ સર્ચ કરવી અથવા તો તેને એક્સેસ કરવી એ ફોજદારી ગુનો બને છે અને તેના ગંભીર કાનૂની પરિણામો આવે છે. ભારતમાં બાળકોનું જાતિય ગુનાથી રક્ષણ કરવા માટે પોક્સો જેવા કાનૂન છે. વિશ્વભરના દેશોમાં આવા સમાન કાયદાઓ છે જેમાં ભારે દંથી લઈને કેદ સુધીની સજા કરવામાં આવે છે.
હેકિંગ ટ્યુટોરિયલ્સ અથવા સોફ્ટવેર
જો તમે Google સર્ચમાં હેકિંગ સંબંધી કોઈ શોધ કરી કે કોઈ સોફ્ટવેર કે કોઈ પદ્ધતિઓ શોધી તો તમે કાનૂની તપાસ હેઠળ આવી શકો છો. હેકર્સો સાયબર સુરક્ષા કાયદાઓનું ઉલ્લંઘન કરીને છેતરપિંડી કરતા હોય છે. જોકે, નૈતિક હેકિંગ એક માન્ય વ્યવસાય છે. જેની માટે યોગ્ય પ્રમાણપત્ર અને પરવાનગીઓની જરૂર હોય છે, પરંતુ ડેટા સિસ્ટમનો ભંગ કરવો, માહિતીને ચોરી કરવી જેવા ખોટા હેતુઓ માટે ગેરકાયદેસર હેકિંગ કરવું એ સજાપાત્ર ગુનો છે.
પાઈરેટેડ મુવીસ
પાઈરેટેડ ફિલ્મ ડાઉનલોડ કરવી અથવા તો સ્ટ્રીમ કરવી એ પણ એક હાનિકારક પ્રવૃત્તિ છે. તે બૌદ્ધિક સંપદા અને કોપીરાઇટ કાયદાઓનું સીધું ઉલ્લંઘન ગણાય છે. Google દ્વારા સામગ્રી શોધીને અજાણતા પણ તમે પાઈરસી દ્વારા મનોરંજન ઉદ્યોગને નુકસાન પહોંચાડો છો. ઘણા દેશની સરકારોએ પાઇરસી સામે લડવા માટે કડક કાયદા ઘડ્યા છે અને એમાં લાખો ડોલર સુધીનો દંડની અને જેલની સજાની જોગવાઈ કરી છે. ભારતમાં પાઈરસી સંબંધિત ગુનાઓમાં સામેલ થનારા ગુનેગારોને ત્રણ વર્ષ સુધીની જેલ અને રૂપિયા 10 લાખ સુધીનો દંડ થઈ શકે છે.
આ પણ વાંચો…પર્યાવરણનો સોથ વાળવાનું પડી રહ્યું છે ભારેઃ ધૂમ્રપાન નહીં કરો તો પણ બનશો કેન્સરના શિકાર કારણ કે…
ઘણા લોકોને એમ લાગે છે કે તેમની ઓનલાઈન પ્રવૃત્તિ પર કોઈનું ધ્યાન નથી, પરંતુ આ ખોટી વાત છે ઇન્ટરનેટ સર્વિસ અને સાઈબર સુરક્ષા એજન્સીઓ તમારા શોધના ઇતિહાસને પ્રાપ્ત કરી શકે છે અને તે તમારા માટે ચિંતાજનક પણ બની શકે છે. આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તમારી પ્રતિષ્ઠાને પણ નુકસાન પહોંચાડી શકે છે, તમારી કારકિર્દીની તકોને પણ અસર કરી શકે છે અને તમને વ્યક્તિગત હાની પણ પહોંચાડી શકે છે. તેથી ગુગલ પર સર્ચ કરતી વખતે સાવધાની રાખવી આવશ્યક છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને