Transfer enactment      successful  Surat Police; Internal transportation  of 12 PIs Credit : Facebook

સુરત: અમદાવાદમાં બદલીના આદેશો બાદ હવે સુરતમાં પણ પીઆઇની આંતરીક બદલી કરવામાં આવી છે. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે એક સાથે 12 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીના ઓર્ડર જાહેર કર્યો છે. સુરત શહેરના 12 મહત્વના પોલીસ સ્ટેશનો અને વિભાગમાં રહેલા પીઆઇઓની બદલી કરવામાં આવી છે.

આ પણ વાંચો : સુરતમાંથી ઝડપાયું હાઈ પ્રોફાઈલ કૂટણખાનું, થાઈલેન્ડની 6 યુવતીઓ મળી…

પ્રાપ્ત વિગતો અનુસાર સુરત શહેરના કમિશનર અનુપમસિંહ ગેહલોતે એક સાથે 12 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીનો ઓર્ડર કર્યો છે. જ્યારથી પોલીસ કમિશનર તરીકે અનુપમ સિંહ ગેહલોતે ચાર્જ સંભાળ્યો છે, ત્યારથી શહેરના અનેક પોલીસ સ્ટેશનમાં બદલીનો દોર ચાલી રહ્યો છે.

કોને કયા સોંપાયો ચાર્જ

પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવેલી બદલીમાં વરાછા પોલીસ સ્ટેશનના પીઆઇ અલ્પેશ ગાબાણીને AHTUમાં, ઉમરા પોલીસ સ્ટેશનના પીઆઇ જે જી પટેલને સ્પેશિયલ બ્રાન્ચમાં, અઠવા પોસ્ટેના જી એ હડિયાને ઇકો સેલમાં, ઇકો સેલના એચ કે સોલંકીને અઠવા પોલીસ સ્ટેશનમાં, ટ્રાફિક શાખાના ડી.ડી ચૌહાણને અલથાણ પોલીસ સ્ટેશનમાં, AHTU ના પી.જે સોલંકીને અડાજણ પોલીસમાં, અડાજણ પોલીસ સ્ટેશનના પીઆઇ આર બી ગોજીયાને વરાછા પોલીસ સ્ટેશનમાં, લાલગેટ પોલીસ સ્ટેશનના સેકન્ડ પી.આઈ કે.વી પટેલને ઉમરામાં, સચિન GIDCના જે. આર. ચૌધરીને સ્પેશિયલ બ્રાન્ચમાં,સાઇબર ક્રાઇમના બંસરી પંચાલને ટ્રાફિક શાખામાં જ્યારે ટ્રાફિક શાખાના કુલદીપ સિંહ ચાવડાને લસકાણા પોલીસ સ્ટેશન કાર્યરત થયેલ હવાલો સંભાળવાનો રહેશે.

આ પણ વાંચો : Gujarat ના બી.ઝેડ. ગ્રુપના નાણાકીય કૌભાંડમાં શિક્ષકની સંડોવણી હશે તો કાયદેસર કાર્યવાહી કરાશે

જ્યારથી પોલીસ કમિશનર તરીકે અનુપમ સિંહ ગેહલોતે ચાર્જ સંભાળ્યો છે, ત્યારથી શહેરના અનેક પોલીસ સ્ટેશનમાં બદલીનો દોર ચાલી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી શહેર પીઆઇઓની આંતરિક બદલીને ચર્ચાઓ ચાલતી હતી આખરે આજે બપોરે પોલીસ કમિશનરે ઓર્ડર ફાટ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને