Dry nailpolish tin  beryllium  used IMAGE BY EBAY

નખને શણગારવા માટે નેઈલપૉલિશનો ભરપૂર ઉપયોગ થાય છે. અલગ અલગ રંગ સાથે નેઈલ પેન્ટિંગનું આખું એક માર્કેટ છે. શણગારમાં મહત્વની આ વસ્તુ મોંઘા ભાવે મળે છે, પરંતુ જો તે એકવાર સૂકાઈ જાય તો નકામી થઈ જાય છે. પણ જેમ સંઘરેલો સાપ કામ આવે તેમ સૂકાયેલી નેઈલપૉલિશ પણ કામ આવી શકે છે.

તો જાણો તમે સૂકાઈ ગયેલી નેઈલપૉલિશને કઈ રીતે ઉપયોગમાં લઈ શકો છો. સૂકાયેલી નેઈલપૉલિશ એટલે કે થીક થઈ ગયેલી નેઈલપૉલિશ શીશીમાંથી કાઢવાની તમને મહેનત પડશે. આ માટે તેને થોડીવાર તડકામાં પણ મૂકી શકાય. ઘણીવાર તેમાં ગાઠા પડી જાય છે, આથી નખ પર લગાડવાનું ગમતું નથી, તો આ રીતે કરો ઉપયોગ.

આપણ વાંચો: Google Maps પર મળશે વાયુ પ્રદુષણના સ્તરની જાણકારી; આ રીતે કરી શકો છો ઉપયોગ

લાકડાના ફર્નિચરને ચમકાવો

જો તમારા ઘરમાં લાકડાનું ફર્નિચર છે અને તે જૂનું લાગે છે તો તમે તેને ચમકાવી શકો છો. ફર્નિચરને ચમકાવવા માટે, નેઇલ પોલીશને બાઉલમાં કાઢીને તેમાં થોડું સફેદ વિનેગર ઉમેરો. હવે આ પ્રવાહીને એક કપડા પર લગાવો અને તેને લાકડાના ફર્નિચર પર ઘસો. જુઓ, ફર્નિચર ફરીથી ચમકશે.

લેધરના પર્સ પણ ચમકાવો

ચામડાની વસ્તુઓને નવી ચમક આપવા માટે એક બાઉલમાં જૂની અને સૂકી નેલ પોલીશ કાઢીને તેમાં ઓલિવ ઓઈલ મિક્સ કરો. હવે આ લિક્વિડને કપડાની મદદથી ચમકદાર વસ્તુ પર ઘસો. તેની મદદથી ચામડું માત્ર ચમકશે જ નહીં પરંતુ તે નરમ પણ બનશે.

આપણ વાંચો: નિવૃત્ત જીવનમાં ટેક્નોલોજીનો ઉપયોગ કેટલો ઉપકારક?

સિલિકોન વાસણો સાફ કરો

સુકી નેઈલ પોલીશની મદદથી સિલિકોનનાં વાસણો સાફ કરવા માટે, તમારે તેને બાઉલમાં બહાર કાઢવી ​​પડશે. હવે તેમાં થોડો ખાવાનો સોડા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. આ મિશ્રણને કપડાની મદદથી સિલિકોનના વાસણ પર લગાવો અને ઘસો. આનાથી વાસણો તો સાફ થશે જ પણ તે ચમકશે પણ ખરા

બાળકોના રમકડાં પણ નવા થઈ જશે

રબરના રમકડાંને સાફ કરવા માટે જૂની અને સૂકી નેઇલ પોલીશ પણ ઉપયોગી છે. તમારે તેને એક બાઉલમાં કાઢી લેવાની છે અને પછી તેમાં ગરમ ​​પાણી નાખીને બરાબર મિક્ષ કરી લેવાનું છે. આ સાથે તમારું ક્લીનર તૈયાર થઈ જશે, હવે આ મિશ્રણને રબરના રમકડા પર લગાવો અને તેને બ્રશની મદદથી ઘસો. રમકડાં થશે નવા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને