હાલમાં સલમાન ખાનના રિયાલિટી ટીવી શો બિગબોસ-18 (Bigg Boss-18) ખૂબ જ ચર્ચામાં છે. આ શોની સાથે સાથે જ તેમાં ભાગ લેવા ઈચ્છુક સ્પર્ધકો પણ એટલા જ લાઈમલાઈટમાં આવે છે. હવે આ શોમાં ભાગ લેવા માટે મેકર્સે કરોડો રૂપિયાની ફી ઓફર કરી હતી એવો ચોંકાવનારો ખુલાકો ભૂતપૂર્વ ભારતીય જાસૂસ અને નેશનલ સિક્યોરિટી ગાર્ડ કમાન્ડો લકી બિષ્ટે કર્યો છે. પરંતુ લકી બિષ્ટે આ શો ઠુકરાવી હતી. અહીંયા તમારી જાણ માટે કે લકી બિષ્ટ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના બોડીગાર્ડ તરીકે પણ કામ કરી ચૂક્યા છે. આ પાછળનું કારણ જણાવતા લકીએ જણાવ્યું હતું કે તે નેશનલ ટેલિવિઝન પર તેના જીવનના અનેક પાસાઓ ઉજાગર કરી શકે એમ નથી અને આ કારણે જ તેણે આ શોની ઓફર ઠુકરાવી દીધી હતી.
આ પણ વાંચો: યુટ્યુબ પર ફાયર લગાવી Pushpa-2 એ, 24 કલાકમાં સૌથી વધુ જોવાયું ફિલ્મનું ટ્રેલર…
આ બાબતે લકીએ હાલમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર કરેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘એક રો એજન્ટ તરીકે અમારું જીવન ગુપ્તતા અને રહસ્યોથી ઘેરાયેલું હોય છે અને ખૂબ જ ઓછા લોકોને અમારા વિશેની સાચી માહિતી ખબર હોય છે. અમે અમારી ઓળખ અથવા પર્સનલ લાઈફને ક્યારેય પબ્લિક ન કરવાનું પ્રશિક્ષિણ આપવામાં આવે છે અને મેં એનું પાલન કર્યું છે. આ મારી ચોઈસ છે અને લોકો એને સમજીને મને સપોર્ટ કરી રહ્યા છે. આ પરથી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે લકી બિગ બોસ-18નો હિસ્સો નહીં બને.
પોતાની પોસ્ટમાં લકીએ આગળ એવું પણ જણાવ્યું હતું કે તેણે બિગ બોસ-18ની ચીમ સાથે અનેક રાઉન્ડમાં ચર્ચા કરી હતી. પરંતુ બાદમાં તેને આ રિયાલિટી ટીવી શોમાં ભાગ ન લેવાની સલાહ આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેકનીય છે કે લકી બિષ્ટ એ એક જાણીતા ઈન્ડિયન સ્નાઈપર અને રો એજન્ટ રહી ચૂક્યા છે. 2009માં ભારતના બેસ્ટ નેશનલ સિક્યોરિટી ગાર્ડ કમાન્ડોનો ખિતાબ પણ આપવામાં આવ્યો હતો. આ સિવાય વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમણે તેમના સુરક્ષા અધિકારી તરીકે કામ કર્યું છે.
આ પણ વાંચો: Amitabh Bachchan ને આ ખાસ નામે બોલાવે છે Aishwarya Rai…
લકી બિષ્ટ 2010માં ભારતની મુલાકાતે આવેલા અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાની સુરક્ષામાં પણ સામેલ હતા. 2011માં, ઉત્તરાખંડમાં નેપાળ સરહદ પર રાજુ પરગાઈ અને અમિત આર્યની બેવડી હત્યાના કેસમાં લકી બિષ્ટનું નામ સંડોવાતા તેમની ધરપકડ કરવામાં આવી હતી અને જેલમાં મોકલવામાં આવ્યા હતા.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને