Country with astir   beaches

સુંદર મજાનો સમુદ્ર કિનારો હોય, સાથે પ્રિય પાત્રનો સંગાથ હોય અને સૂરજદાદા ધીરે ધીરે વિદાય લઈ રહ્યા હોય.. આવી સુંદરમજાની સલૂણી સાંજ કોને ના ગમે? મુંબઈ અને ગુજરાતના લોકો લકી છે કે તેમની પાસે આવે સુંદર સમુદ્ર કિનારાઓ છે. પરંતુ આજે આપણે અહીં એક એવા દેશ વિશે વાત કરવાના છીએ કે જ્યાં 10-20 નહીં પણ હજારો બીચ આવેલા છે.

એક રિપોર્ટમાં તો એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે જો આ દેશમાં કોઈ વ્યક્તિ રોજનું એક બીચ પણ એક્સપ્લોર કરે તો તેને દેશમાં આવેલા તમામ બીચ ફરવા માટે 27 વર્ષનો સમય લાગશે. ચોંકી ગયા ને? કયો છે આ દેશ એ જાણવાની તાલાવેલી પણ થઈ જ ગઈ હશે, ચાલો જાણીએ-

અમે અહીં જે દેશની વાત કરીએ રહ્યા છીએ એ છે ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયમાં હજારોની સંખ્યામાં બીચ આવેલા છે અને આ બીચ ખૂબ જ સુંદર પણ છે. ઓસ્ટ્રેલિયામાં બીચની સંખ્યા એટલી છે કે તમને તમામ બીચ ફરવા માટે 27 વર્ષનો સમય લાગી જશે. ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં જ 100થી વધુ બીચ આવેલા છે.

આપણ વાંચો: પૅટ કમિન્સ નવજાત પુત્રીને જન્મના ગણતરીના કલાકો બાદ બીચ પર લઈ ગયો!

એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા પર વિશ્વાસ કરીએ તો ઓસ્ટ્રેલિયામાં કુલ આશરે 11,761થી વધુ બીચ આવેલા છે. અગાઉ કહ્યું એમ જો કોઈ બીચ લવર વ્યક્તિ એક દિવસમાં એક બીચ શાંતિથી એક્સ્પ્લોર કરે તો તેને 11,761 બીચ ફરવા માટે 27 વર્ષનો સમય લાગશે. આ જ કારણ છે કે ઓસ્ટ્રેલિયાને બીચનું ઘર કે બીચના દેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં જ્યાં જુઓ ત્યાં બીચ આવેલા છે અને ટૂરિસ્ટ પણ અહીં આરામથી ફરતાં જોવા મળે છે.

ભારતની વાત કરીએ તો ભારત પાસે આશરે 7,500 કિલોમીટરનો સમુદ્ર કિનારો છે જેના પર અનેક જાણીતા અને સુંદર બીચ આવેલા છે. પરંતુ એક અંદાજ પ્રમાણે ભારતમાં પણ આશરે બીચની સંખ્યા બેથી ત્રણ હજારની વચ્ચે હોઈ શકે છે.
તો બીચ લવર્સ રાહ કોની જુઓ છો? સુંદર અને શાંતિપૂર્ણ બીચની મુલાકાત લેવા માટે બેગ પેક કરીને પહોંચી બીચના દેશ ઓસ્ટ્રેલિયા…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને