પોરબંદર: ભારત- પાકિસ્તાન વચ્ચેની સંવેદનશીલ સમુદ્રી સીમા પર દેશની વિવિધ સુરક્ષા એજન્સીઓએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને એક ઈરાની બોટમાંથી 700 કિલો માદક દ્રવ્ય મેથામ્ફેટામાઈનનો જંગી જથ્થો અને અને તેમાં સવાર થયેલા આઠ જેટલા ઈરાની ઘુસણખોરોને દબોચી લીધા છે. ધરપકડ કરાયેલા 8 ઈરાની નાગરિકોને પોરબંદર કોર્ટમાં રજુ કરવામાં આવ્યા છે, જ્યાં તેમના ચાર દિવસનાં રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: “ગુજરાતને દરિયે ડ્રગ્સનાં મોજા” પોરબંદરથી ઝડપાયું 1700 કરોડની કિંમતનું ડ્રગ્સ; 8ની ધરપકડ…
ગઇકાલે પોરબંદરનાં સમુદ્ર માંથી ઝડપાયેલા ઈરાની ઘૂસણખોરોને આજે પોરબંદર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે ઘૂસણખોરોનાં 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સુરક્ષા એજન્સીઓએ ઘૂસણખોરોનાં સાત દિવસના રિમાન્ડની માંગ કરી હતી પરંતુ કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. ઝડપાયેલા ઈરાની નાગરિકો પાસેથી ડ્રગ્સની સાથે સેટેલાઈટ ફોન સહિતની ટેકનોલોજી મળી આવી હતી. ત્યારે હવે ડ્રગ્સ કોને આપવાના હતા તે મુદ્દે એજન્સીઓ પૂછપરછ કરશે.
આ પણ વાંચો: ડ્રગ્સ જપ્તી અને લૂંટ ચલાવવાનો પ્રયાસ કરનારા ચારને કોર્ટે છોડી મૂક્યા…
700 કિલોનો મેથામ્ફેટામાઈનનો જથ્થો
ડ્રગ્સ માફિયાઓ માટે ગુજરાતનો દરિયા કિનારો જાણે મુખ્ય ટ્રાન્સિસ્ટ પોઇન્ટ જેવું બની રહ્યું હોય તેમ આ દરિયામાંથી આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડો રૂપિયાની કિંમતના કેફી દ્રવ્યો સતત મળી રહ્યાં હોવાના સંખ્યાબંધ બનાવો વચ્ચે ગુરુવારની મધ્યરાત્રીના ભારત- પાકિસ્તાન વચ્ચેની સંવેદનશીલ સમુદ્રી સીમા પર દેશની વિવિધ સુરક્ષા એજન્સીઓએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને એક ઈરાની બોટમાંથી 700 કિલો માદક દ્રવ્ય મેથામ્ફેટામાઈનનો જંગી જથ્થો અને અને તેમાં સવાર થયેલા આઠ જેટલા ઈરાની ઘુસણખોરોને દબોચી લીધા હતા.
1700 કરોડ રૂપિયાનું ડ્રગ્સ
સુરક્ષા એજન્સીઓએ પકડેલા મેથામ્ફેટામાઈનના આ જથ્થાનું મૂલ્ય આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજે 1700 કરોડ રૂપિયા જેટલું આંકવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય ત્રાસવાદ વિરોધી દળના પ્રવક્તાએ આ અંગે આપેલી માહિતી મુજબ, એક શંકાસ્પદ બોટ મારફતે ભારતીય જળસીમામાં ડ્રગ્ઝનું મોટું કન્સાઈનમેન્ટ ઘુસાડવામાં આવી રહ્યું હોવા અંગે મળેલા ઈન્પુટના આધારે એટીએસ, નાર્કોટીક્સ કંટ્રોલ બ્યૂરૉ (એનસીબી) અને ભારતીય નૌકાદળે હાઈ સીમાં ‘સાગર મંથન- ૪’ કોડ એવા નામથી રાત્રીના અંધકાર વચ્ચે આ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.