25 નવેમ્બરથી શરૂ થશે સંસદનું શિયાળુ સત્ર, આ કારણે 75 વર્ષ જૂની યાદ થશે તાજી…

2 hours ago 1
Modi authorities  mendments successful  Wakf Act, measure  whitethorn  beryllium  presented successful  Parliament tomorrow

Parliament Winter Session: સંસદનું શિયાળુ સત્ર ( parliament wintertime league 2024) આ મહિનાની શરૂઆતમાં શરૂ થઈ શકે છે. આ સત્ર 25 નવેમ્બરથી 20 ડિસેમ્બર સુધી ચાલી શકે છે. આ સત્રની ખાસ વાત એ છે કે આ વખતે એક દિવસ બંને ગૃહો જૂની સંસદમાં બેસી શકે છે. 26 નવેમ્બરે લોકસભા અને રાજ્યસભા બંનેનું સંયુક્ત સત્ર બોલાવવામાં આવી શકે છે. બંધારણના 75 વર્ષ પૂરા થવાના અવસર પર 26 નવેમ્બરે સંયુક્ત સત્ર બોલાવી શકાય છે. આ સ્પેશિયલ સંયુક્ત બેઠક વ્યવસ્થા જૂના સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં કરવામાં આવી શકે છે. આ સ્થળે 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ અપનાવવામાં આવ્યું હતું. તેથી 26 નવેમ્બરને હવે બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આ પણ વાંચો : Foundation Day : દેશના આટલા રાજ્યોના આજે સ્થાપના દિવસ, પીએમ મોદી અને રાહુલ ગાંધીએ લોકોને આપી શુભેચ્છા

આ પહેલાં 26 નવેમ્બરનો દિવસ રાષ્ટ્રીય કાનૂન દિવસ તરીકે ઉજવાતો હતો, પરંતુ 2015માં નરેન્દ્ર મોદી સરકારે તેને બંધારણ દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી હતી. રોચક વાત એ છે કે સત્તાધારી એનડીએ અને વિપક્ષી ગઠબંધન એનડીએ બંને ખુદને બંધારણના રક્ષક ગણાવે છે, તેમજ બંને પક્ષો એકબીજાને બંધારણના દુશ્મન તરીકે પ્રચાર કરવામાં કોઈ કરકસર છોડતા નથી. આ વખતે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ સહિત વિપક્ષો જો મોદી સરકાર ફરીથી સત્તામાં આવશે તો બંધારણ ખતરામાં પડી જશે તેવો પ્રચારનો મારો ચલાવ્યો હતો. મોદી સરકાર ત્રીજી વખત સત્તા મેળવવામાં સફળ રહી અને કટોકટીના દિવસો યાદ કરીને 25 જૂનને બંધારણ હત્યા દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો : વન નેશન, વન ઈલેક્શન અશક્ય છે! કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો દાવો

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article