નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચેના સંબંધો સુધરવાની દિશામાં છે ત્યારે પડોશી દેશ પાકિસ્તાનની નાપાક હરકતોને કારણે સંબંધો વણસી શકે છે. પાકિસ્તાન જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓને મોકલવા સિવાય હવે જાસૂસી કરાવી રહ્યું હોવાના અહેવાલ છે.
આ પણ વાંચો : Pakistan પર ભડક્યા ફારૂક અબ્દુલ્લા, કહી આ મોટી વાત
મીડિયાના અહેવાલ અનુસાર ચીનના અધિકારીઓના નિર્દેશને આધારે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી જમ્મુ કાશ્મીરના ચિનાબ પુલની જાણકારી એકત્ર કરાવી રહ્યા છે. અહીં એ જણાવવાનું કે રિયાસી અને રામબન જિલ્લાને જોડનારો પુલ ચિનાબ છે, જ્યારે દુનિયાનો સૌથી ઊંચો રેલવે પુલ પર ચિનાબ પુલ પરથી ટ્રાયલ શરુ કરવામાં આવ્યો છે અને એનાથી જમ્મુ કાશ્મીર અને દેશના બાકી હિસ્સા વચ્ચે પણ સંપર્ક વધવાની અપેક્ષા છે. સૂત્રોના અહેવાલ અનુસાર પાકિસ્તાન અને ચીનની બંને ગુપ્તચર એજન્સી માહિતી એકત્ર કરે છે.
આ પણ વાંચો : …તો આજે Kashmir Pakistanનું હોત…મહેબૂબા મુફ્તીએ કર્યું આ નિવેદન…
આ રેલવે બ્રિજની ઊંચાઈ નદીના તટ પરથી 359 મીટર અને લંબાઈ 1315 મીટર છે. આ પુલ પેરિસના એફિલ ટાવર કરતા 35 મીટર ઊંચો છે. આ પુલ 120 વર્ષ સુધી સેવા આપતો રહેશે. જોકે, ચીનની શુપાઈ નદી પર બનેલો પુલ 275 મીટર ઊંચો છે
સરકારને જમ્મુના રિયાસી જિલ્લામાં પુલ પૂરો કરવામાં 20 વર્ષથી વધુ સમય લાગ્યો હતો, જ્યારે આ પુલ જમ્મુથી પસાર થઈને કાશ્મીરમાં પહોંચે છે. પ્રોજેક્ટને પૂરો કરવામાં કોઈ સમય મર્યાદા નથી. વિન્ટર સિઝનમાં ખાસ કરીને ભારે હિમવર્ષાને કારણે કાશ્મીર ભારતથી છૂટું પડી જતું હોય છે, જેમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગની સાથે રાજ્યના અંતરિયાળ વિસ્તારો પણ ભારે બરફવર્ષાને કારણે છૂટા પડી જાય છે.
આ પણ વાંચો : Pakistan એ Maharaja Ranjit Singh ની પ્રતિમા કરતારપુરમાં પુન: સ્થાપિત કરી
આ પુલને કારણે જમ્મુ કાશ્મીરની કનેક્ટિવિટીમાં સુધારો થશે, જ્યારે વ્યૂહાત્મક રીતે પણ તેનો ફાયદો થશે. જમ્મુ કાશ્મીર ખાસ કરીને ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષનો પ્રદેશ રહ્યો છે, ત્યારે આ રેલવે લાઈન સાથે માળખાકીય સુવિધાને પ્રોત્સાહન માટે તૈયાર છે, જે પચાસથી વધુ હાઈ-વે, રેલવે અને પાવર પ્રોજેક્ટનો ભાગ છે. સૌથી મહત્ત્વની વાત જણાવીએ તો આઝાદી પછી ભારત અને પાકિસ્તાન બંને વચ્ચે કાશ્મીરને કારણે યુદ્ધ થયું છે, જેમાં પાકિસ્તાનને ફટકો પડ્યો હતો.