બ્યુટીફૂલ બેબ અને પોપ્યુલર ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી (Shweta Tiwari)એ ત્રીજી વખત લગ્ન કર્યા છે. 44 વર્ષી એક્ટ્રેસ ફરી દુલ્હન બની છે, જેના ફોટો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યા છે. કદાચ આ વાત સાંભળીને તમને પણ ધક્કો લાગ્યો હશે, ચાલો તમને આ વાઈરલ ફોટો પાછળનું સત્ય જાણાવીએ-
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ ફોટોમાં બિલકુલ સચ્ચાઈ નથી. શ્વેતાએ કોઈ ત્રીજા લગ્ન વગેરે નથી કર્યા. આ તો તેના કેટલાક એડિટેડ ફોટો છે જે હાલમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે એને કારણે જ આ સમાચાર ફેક સમાચારને હવા મળી છે. વાઈરલ થઈ રહેલાં આ ફોટોમાં શ્વેતા દુલ્હનના જોડામાં જોવા મળી રહી છે અને તેની સાથે એક્ટર વિશાલ આદિત્ય સિંહ દુલ્હાના લિબાસમાં જોવા મળી રહ્યો છે.
વાઈરલ થઈ રહેલાં આ ફોટોમાં શ્વેતા અને વિશાલના ગળામાં વરમાળા અને શ્વેતાની માંગમાં સિંદૂર જોવા મળી રહ્યો છે. પરંતુ આ ફોટોનું સત્ય એકદમ અલગ છે. આ ફોટો એક મોર્ફ્ડ ફોટો છે. ઓરિજનલી તો આ ફોટો સ્વરા ભાસ્કરના લગ્નનો છે જેને એડિટ કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શ્વેતા અને વિશાલ ખૂબ જ સારા મિત્રો છે. બંને જણ ખતરોં કે ખિલાડી-8માં સાથે જોવા મળ્યા હતા. વિશાલ અને શ્વેતાની ઉંમરમાં આઠ વર્ષનું અંતર છે અને બંને જણ સાથે બેગુસરાય નામની સિરીયલમાં કામ કરી ચૂક્યા છે. જોકે, બંનેની આટલી ક્લોઝનેસને જોતા બંનેનું અફેયર ચાલી રહ્યું હોવાની અફવાઓ પણ અવારનવાર ઉડતી રહી છે, પરંતુ એક્ટ્રેસ હંમેશા વિશાલને પોતાના દીકરા જેવો ગણાવે છે.
આ પણ વાંચો Parliament Session : સંસદના શિયાળુ સત્રમાં આટલા બિલ રજુ કરાશે, વકફ સંશોધન બિલ પર હંગામાની શકયતા
અહીંયા તમારી જાણ માટે કે શ્વેતાના લગ્ન પહેલાં રાજા ચૌધરી સાથે થયા હતા અને એનાથી તેમને એક દીકરી પલક તિવારી પણ છે. રાજા પર ડોમેસ્ટિક વાયોલન્સનો આક્ષેપ મૂકીને શ્વેતાએ ડિવોર્સ લીધા હતા. ત્યાર બાદ તેણે અભિનવ કોહલી સાથે બીજા લગ્ન કર્યા હતા અને આ લગ્ન પણ ખાસ કંઈ ટક્યા નહીં. આ લગ્નથી પણ શ્વેતાને એક દીકરો છે રેયાંશ. હાલમાં શ્વેતા એકલી દીકરો અને દીકરી બંનેને ઉછેરી રહી છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને