Aishwarya Rai-Bachchan said to whom it is the worst imagination  of my life…

બચ્ચન પરિવારની બહુરાની ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan)એ પોતાના કરિયરમાં અનેક હિટ ફિલ્મો આપી છે અને કેટલીય ફિલ્મો તેણે રિજેક્ટ પણ કરી છે. ઐશ્વર્યા છેલ્લાં કેટલાક સમયથી તેની પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં રહે છે. આજે અમે અહીં ઐશ્વર્યાની એક એવી ફિલ્મ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે ફિલ્મ ઐશ્વર્યાએ એક જ સીનને કારણે રિજેક્ટ કરી દીધી હતી પણ કમાણીના મામલામાં એ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી. શું તમને ખબર છે કઈ છે એ ફિલ્મ? ચાલો જાણીએ-

Also work : કોને મળશે Amitabh Bachchan ની 1600 કરોડ રૂપિયાની પ્રોપર્ટી? કરી રાખી છે ખાસ જોગવાઈ…

ઐશ્વર્યા રાય-બચ્ચને જે ફિલ્મ રિજેક્ટ કરી એ ફિલ્મે બોક્સ ઓફિસ પર 4000 કરોડ રૂપિયાથી પણ વધુનું કલેક્શન કર્યું હતું. જોકે, ઐશ્વર્યાએ પોતાના કરિયરમાં બોલીવૂડથી લઈને હોલીવૂડ સુધી પોતાના નામનો ડંકો વગાડ્યો છે. પરંતુ તેણે જે ફિલ્મ રિજેક્ટ કરીએ એ એક હોલીવૂડ ફિલ્મ હતી. જ્યાં એક તરફ આજકાલના એક્ટર-એક્ટ્રેસ હોલીવૂડમાં ફિલ્મો કરવા માંગે છે ત્યાં ઐશ્વર્યાએ ફિલ્મ ઠુકરાવી એ જ ચોંકાવનારું છે. ઐશ્વર્યાએ આ ફિલ્મ એક જ સીનના કારણે ઠુકરાવી હતી એવો દાવો અનેક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.

ઐશ્વર્યાએ જે ફિલ્મ ઠુકરાવી એ ફિલ્મનું નામ છે મિસ્ટર એન્ડ મિસિઝ સ્મિથ. ઐશ્વર્યાએ અત્યાર સુધીના પોતાના ફિલ્મી કરિયરમાં એકથી ચઢિયાતી અને સારા કન્ટેન્ટવાળી ફિલ્મો આપી છે તો પછી આખરે એવું તે શું કારણ હતું કે તેણે આ ફિલ્મ ઠુકરાવી દીધી? આ ફિલ્મમાં બ્રાડ પિટ, જોન સ્મિથ લીડ રોલમાં જોવા મળ્યા હતા અને ફિલ્મમાં ઐશને તેમની પત્નની રોલ ઓફર કરવામાં આવ્યો હતો. આ ફિલ્મના સીનને કારણે ઐશ્વર્યાએ ફિલ્મની ઓફર ઠુકરાવી દીધી હતી એવું કહેવાય છે.

મળતી માહિતી મુજબ ફિલ્મના કોઈ સીનને લઈને ઐશ્વર્યા જ્યારે કમ્ફર્ટેબલ નથી હોતી ત્યારે એ ફિલ્મ જ તે રિજેક્ટ કરે છે. આવું જ કંઈક આ ફિલ્મ સાથે પણ થયું હતું. ઐશ્વર્યાએ આ ફિલ્મ રિજેક્ટ કર્યા બાદ એન્જેલિના જોલીને આ ફિલ્મ ઓફર કરવામાં આવી હતી. રિપોર્ટ્સ પર વિશ્વાસ કરીએ તો આ ફિલ્મે 4112 કરોડ રૂપિયાનો વકરો કર્યો હતો.

Also work : ભાઇજાને ભત્રીજાને રિલેશનશીપ અને બ્રેકઅપ પર શું સલાહ આપી

કદાચ પાછળથી ઐશ્વર્યાને આ ફિલ્મ ઠુકરાવવાનો અફસોસ થયો હશે, પણ અબ પછતાયે ક્યાં જબ ચિડીયા ચૂગ ગઈ ખેત… અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાક સમયથી ઐશ્વર્યા રાય-બચ્ચન છેલ્લાં કેટલાક સમયથી પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય ડિવોર્સ લઈ રહ્યા હોવાની વાતો પણ લાંબા સમયથી સંભળાઈ રહી છે, પણ આ બાબતે બંનેએ ખુલીને કંઈ પણ કહ્યું નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને