Gandhinagar: દિવાળીના પર્વની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ગાંધીનગરમાં સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરને દિવાળીના અવસરે દીવાઓથી ઝગમગી ઉઠ્યું હતું. અહીં મંદિરમાં 30મી ઓક્ટોબરથી 8મી નવેમ્બર સુધી દિવાળીની ઉજવણી કરવામાં આવશે. અહીં 10,000 થી વધુ દીવાઓ પ્રગટાવવામાં આવશે.
આ પણ વાંચો : અમેરિકામાં બનેલું વિશ્વનું બીજું સૌથી મોટું હિન્દુ મંદિર
અક્ષરધામ મંદિરના અક્ષરવત્સલ સ્વામીએ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું, અહીંની વિશેષતા એ છે કે દર દિવાળીએ અહીં હજારો દીવાઓ પ્રગટાવવામાં આવે છે. અહીં લગભગ 10,000 દીવાઓ પ્રગટાવવામાં આવે છે અને દીપોત્સવ ઉજવાય છે. અહીં વિવિધ કાર્યક્રમો પણ યોજાય છે. અહીં એક નવી નીલકંઠ વાટિકા બનાવવામાં આવી છે જ્યાં ભગવાન સ્વામિનારાયણની 49 ફૂટ ઊંચી મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે તે ‘પંચધાતુ’થી બનેલી છે. 11મી નવેમ્બરે સંપૂર્ણ વિધિપૂર્વક પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે.
આ પણ વાંચો : અનિકેત
અક્ષરધામ મંદિરના સ્વયંસેવક આયેશ માંડણકા મુજબ, છેલ્લા 32 વર્ષથી, અક્ષરધામ મંદિરને દર દિવાળીએ 10,000 દીવાઓથી આ રીતે શણગારવામાં આવે છે. આ વર્ષે પણ, તે 8મી નવેમ્બર સુધી દરરોજ સાંજે 6 વાગ્યાથી 7.45 વાગ્યા સુધી ચાલુ રહેશે.