PM Modi News: હાલ મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભા ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. પીએમ મોદી ઝારખંડમાં ચૂંટણી પ્રચાર માટે ગયા હતા. તેમના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી આવતાં દેવઘર એરપોર્ટ પર જ રોકાવું પડ્યું હતું. આ કારણે પીએમ મોદીને દિલ્હી પહોંચવામાં વિલંબ થઈ શકે છે.
આ પણ વાંચો : આ તારીખે ખુલશે NTPC Green Energyનો આઇપીઓ, જાણો કેવી છે ગ્રે માર્કેટમાં સ્થિતિ ?
રાહુલ ગાંધીના હેલિકોપ્ટરને એક કલાક સુધી ઉડાન ભરવાની ન મળી મંજૂરી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર માટે ઝારખંડના પ્રવાસે છે. કાર્યક્રમના ભાગરૂપે રાહુલ ગાંધી આજે સવારે ઝારખંડના ગોડ્ડા પહોંચ્યા હતા અને ત્યાં જનસભાને સંબોધિત કરી હતી. ગોડ્ડા પછી, રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર માટે અન્ય સ્થળે જવાના હતા, પરંતુ અહેવાલ મુજબ રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર એક ક્વાર્ટર સુધી ગોડ્ડાથી ઉડાન ભરી શક્યું ન હતું. જેને લઈને રાજકારણ શરુ થઈ ગયું છે. કોંગ્રેસનો આરોપ છે કે રાહુલ ગાંધીના હેલિકોપ્ટરને એટીસી દ્વારા છેલ્લા એક કલાક સુધી ઉડાન ભરવાની પરવાનગી આપવામાં આવી ન હતી.