થાણે: ભિવંડીમાં પોલીસના સ્વાંગમાં વેપારીનું અપહરણ કર્યા બાદ તેની મારપીટ કરી રોકડ લૂંટવા બદલ મહિલા સહિત ચાર જણ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં ચૂંટણીના પરિણામો પછી પણ જંગ ખેલાવાના અણસાર, જાણો નેતાઓ શું કહે છે
પોલીસના જણાવ્યા મુજબ બુધવારે આ ઘટના બની હતી. 20 વર્ષના વેપારીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તે કારમાં જઇ રહ્યો હતો ત્યારે ટેમ્પોમાં આવેલા આરોપીઓએ તેની કારને આંતરી હતી અને પોતાની ઓળખ પોલીસ અધિકારી તરીકે આપી હતી.
આરોપીઓએ વેપારીને કહ્યું હતું કે તે ગૌમાંસના વ્યવસાયમાં સંડોવાયેલો છે અને ગૌમાંસ કારમાં લઇ જઇ રહ્યો હોવાની તેમને માહિતી મળી છે.
તેમણે વેપારીને કારમાંથી ખેંચીને બહાર કાઢ્યો હતો અને ટેમ્પોમાં બેસાડ્યો હતો. તેમણે વેપારીની મારપીટ કરી હતી અને એક લાખ રૂપિયાની માગણી કરી હતી. જો રૂપિયા ન આપે તો તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આરોપીઓએ આપી હતી. તેમણે બાદમાં વેપારી પાસેથી 40,000 રૂપિયા લૂંટી લીધા હતા.
આ પણ વાંચો : હજુ તો ગામ વસ્યું નથી ને… ચૂંટણી પહેલા જ મહાયુતીમાં ખેંચતાણ, અજિત પવારે આપ્યું અલ્ટિમેટમ
નારપોલી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ભરત કામતે જણાવ્યું હતું કે વેપારીની ફરિયાદને આધારે ચાર આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ પ્રકરણે હજી કોઇની ધરપકડ કરવામાં આવી નથી. (પીટીઆઇ)