નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં( Delhi Election)ભાજપની જીત બાદ હવે મુખ્યમંત્રીના નામ અંગે ચર્ચા શરૂ થઈ છે. જેમાં અનેક નામો પર ચર્ચામાં છે. જોકે આ બધામાં હાલ ચર્ચામાં સૌથી વધુ નામ દિલ્હીના પૂર્વ સીએમ અને આપના કન્વીનર અરવિંદ કેજરીવાલને હરાવનારા પરવેશ સાહિબ સિંહ વર્માનું નામ છે. પરવેશ વર્મા દિલ્હીના એક અગ્રણી રાજકીય પરિવારથી આવે છે. જે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના અનુભવી નેતા સાહિબ સિંહ વર્માના પુત્ર છે. આ ઉપરાંત તેમના કાકા આઝાદ સિંહ ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર તરીકે સેવા આપી હતી.
આ પણ વાંચો: દિલ્હીમાં ભાજપની જીત બદલ PM Modi એ લોકોનો આભાર માન્યો, કાર્યકરોને અભિનંદન પાઠવ્યા…
કેજરીવાલ હટાઓ, દેશ બચાવો’ નામનું અભિયાન શરૂ કર્યું
પરવેશ વર્માનો રાજકારમાં પ્રવેશ વર્ષ 2013 માં થયો હતો. જ્યારે તેમણે મહેરૌલી મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરીને દિલ્હી વિધાનસભા જીતી હતી. તેમણે 2014 માં પશ્ચિમ દિલ્હી સંસદીય બેઠક જીતીને પાર્ટીમાં પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું. તેની બાદ તેમણે વર્ષ 2019 માં દિલ્હીમાં આમ આદમી પાર્ટીના પ્રભાવ વચ્ચે ફરીથી મોટા માર્જિનથી ચૂંટણી જીતી. તેઓ 5.78 લાખ મતોના માર્જિનથી જીત્યા.તેમણે દિલ્હી ચૂંટણી પૂર્વે કેજરીવાલ હટાઓ, દેશ બચાવો’ નામનું અભિયાન શરૂ કર્યું, આ અભિયાન હેઠળ તેમણે આમ આદમી પાર્ટી સરકારની આકરી ટીકા કરી અને એવા વચનોની યાદી આપી જે આપ સરકાર પૂર્ણ કરી શકી નથી.
નવી દિલ્હી બેઠક જીતનાર નેતા મુખ્યમંત્રી બન્યા
આ ઉપરાંત રસપ્રદ વાત એ છે કે, છેલ્લી કેટલીક ચૂંટણીઓમાં નવી દિલ્હી બેઠક જીતનાર નેતા મુખ્યમંત્રી બન્યા છે. અરવિંદ કેજરીવાલ 2013, 2015 અને 2020 માં આ બેઠક પરથી જીત્યા અને મુખ્યમંત્રી બન્યા. તેમણે 2013 માં શીલા દીક્ષિતને હરાવ્યા હતા. આ બેઠક પરથી શીલા દીક્ષિત એક વખત ચૂંટાયા હતા. આ પહેલા, તે ગોલ માર્કેટ બેઠક પરથી બે વાર ચૂંટાઈ આવી હતી. પછી તે મુખ્યમંત્રી બન્યા. વર્ષ 2008માં સીમાંકન પછી ગોલ માર્કેટ બેઠક બદલીને તેનું નામ બદલીને નવી દિલ્હી કરવામાં આવ્યું.
પરવેશ વર્મા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા
આ ઉપરાંત શનિવારે ચૂંટણી જીત્યા બાદ પરવેશ વર્મા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળવા પહોંચ્યા હતા. એવું માનવામાં આવે છે જેમાં મુખ્યમંત્રીના ચહેરા પર ચર્ચા થઈ હતી. જ્યારે આજે, અરવિંદ કેજરીવાલ સામે જીત મેળવ્યા પછી, પરવેશ વર્માએ X પર જય શ્રી રામ લખ્યું. તેમણે એમ પણ કહ્યું, “આ જે સરકાર બની રહી છે તે વડા પ્રધાનના વિઝનની સરકાર છે. હું દિલ્હીના લોકોનો આભાર માનું છું, આ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીનો વિજય છે. દિલ્હીના લોકોનો વિજય છે.”
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને