donald trump, aka 'the naughty', surrounded by controversy

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે(Donald Trump)અમેરિકાના ચલણ ડોલરના મુકાબલે બીજા અન્ય ચલણને મજબૂત કરવાના બ્રિક્સ દેશોના પ્રયાસને ગંભીરતાથી લીધો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ મુદ્દે ફરી એકવાર બ્રિક્સ દેશોને મોટી ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જો બ્રિક્સ દેશો આંતરરાષ્ટ્રીય વેપારમાં યુએસ ડોલરને બદલે અન્ય કોઈ ચલણનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરશે તો તેઓ તેમના પર 100 ટકા ડ્યુટી લાદશે.

બ્રિક્સ દેશો ડોલરથી દૂર જવાનો પ્રયાસ કરે છેડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક પોસ્ટમાં કહ્યું કે બ્રિક્સ દેશોએ કોઈ અન્ય મૂર્ખ દેશ શોધવો જોઈએ. બ્રિક્સ દેશો ડોલરથી દૂર જવાનો પ્રયાસ કરે છે અને અમે ફક્ત ઉભા રહીને જોતા રહીશું એવું વિચારવાના દિવસો જતા રહ્યા છે.

Also read:BRICS 2024: 4 વર્ષના ટકરાવ પછી ‘ડ્રેગન’ના તેવર કેમ બદલાયા, જાણો સુપર સિક્રેટ?

બ્રિક્સ દેશોને આવા પગલા સામે ચેતવણી આપી હતીડોનાલ્ડ ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે, તેઓ બ્રિક્સ દેશો પાસેથી એવી ખાતરી ઇચ્છે છે કે તેઓ ન તો નવું બ્રિક્સ ચલણ બનાવશે અને ન તો યુએસ ડોલરના સ્થાને અન્ય કોઈ ચલણને સમર્થન આપશે. નહીંતર આ દેશોએ 100 ટકા ટેરિફનો સામનો કરવો પડશે અથવા અમેરિકન અર્થતંત્રમાં વેચાણને અલવિદા કહેવાની તૈયારી રાખવી પડશે. ડિસેમ્બરમાં પણ ટ્રમ્પે બ્રિક્સ દેશોને આવા પગલા સામે ચેતવણી આપી હતી.

બ્રિક્સ એ 10 દેશોનું સંગઠનબ્રિક્સ એ 10 દેશોનું સંગઠન છે. જેમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, ઇજિપ્ત, ઇથોપિયા, ઇન્ડોનેશિયા, ઈરાન અને સંયુક્ત આરબ અમીરાત દેશો સામેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને