viramgam execution  lawsuit  3  accused arrested Credit : Gujarat Samachar

અમદાવાદ: વિરમગામમાં રાત્રિના સમયે શિક્ષક પર જીવલેણ હુમલો કરીને હત્યા કરી દેવામાં આવી હતી. હત્યાની ઘટના બાદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આદરી હતી જેમાં એક કારમાં આવેલા ત્રણ શખ્સોએ હથિયાર વડે શિક્ષક પર જીવલેણ હુમલો કરીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં પોલીસે ત્રણે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જો કે સંતાનોની સગાઈ બાદ વેવાય-વેવાણ હતા લિવ ઇન રિલેશનશીપમાં રહેતા હોય તેનો ખાર રાખીને આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હોવાનું ખૂલ્યું હતું.

Also work : કંડલાથી ચીન નિકાસ થતા પ્રતિબંધિત લાલમાટી ભરેલા 35 કન્ટેનરોને અમદાવાદ ડીઆરઆઈએ અટકાવ્યાં

વિરમગામ-માંડલ રોડ પરની ઘટના

પ્રાપ્ત વિગતો અનુસાર વિરમગામની જે.જે.શાહ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા નરેશ ચાવડા પર હુમલો કરીને તેની હત્યા કરવામાં આવી હતી. તેમની હત્યાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. રાત્રિના સમયે વિરમગામ-માંડલ રોડ પર પેટ્રોલ પંપ નજીક પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક એક કારમાં આવેલા ત્રણ શખ્સોએ હથિયાર વડે શિક્ષક પર જીવલેણ હુમલો કરીને ફરાર થઈ ગયા હતા. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા શિક્ષકનું સારવાર દરમિયાન જ મૃત્યુ થયું હતું.

વેવાય-વેવાણ હતા લિવ ઇન રિલેશનશીપમાં

જો કે આ હત્યા પાછળનું કારણ જાણીને તમે પણ ચોંકી ઉઠશો. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે શિક્ષકને તેના વેવાણ હર્ષાબહેન સાથે પ્રેમ સબંધ હોય તેનાથી નારાજ થઈને વેવાય હર્ષાબહેનના પતિ કલાભાઈ ગોહિલ તેમજ તેમના મિત્રોએ મળીને શિક્ષક પર હુમલો કર્યો હતો. હર્ષાબેનનાં દીકરાની સગાઈ મૃતક નરેશની દીકરી સાથે 1 વર્ષ પહેલા થઈ હતી. તેમજ બન્ને એકબીજા સાથે પ્રેમ થતા 8 મહિના પહેલા જ ઘરેથી ફરાર થઈ ગયા હતા અને વિરમગામમાં મૈત્રી કરાર કરીને રહેતા હતા.

Also work : દાહોદ જિલ્લામાં મહિલાએ ભોગવવી પડી તાલિબાની સજા, જાણો શું છે મામલો

આરોપીઓની ધરપકડ

વેવાણ સાથેના પ્રેમ સબંધનો ખાર રાખીને હર્ષાબહેનના પતિ કલાભાઈ ગોહિલ તેમજ તેમના મિત્રોએ મળીને શિક્ષકને પાઠ ભણાવવા માટે આ હુમલો કર્યો હતો પરંતુ આ હુમલો શિક્ષક માટે જીવલેણ બન્યો હતો. વિરમગામ ટાઉન પોલીસે હત્યાના બનાવમાં શંખેશ્વર પાટણના રહેવાસી કલાભાઇ ગોહિલ, અજિતભાઈ ગોહિલ તેમજ જેસંગભાઈ ઉર્ફે ગોકાભાઇ કટારિયાની ધરપકડ કરી લીધી છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને