ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં એક ઈન્ટરનેશનલ સમિટમાં તેની ફિલ્મી કારકિર્દીના શરૂઆતના દિવસોના ખરાબ અનુભવને કરતા ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. ઈન્ડસ્ટ્રીની સૌથી ખરાબ બાબતનો અનુભવ શેર કરતા પીસીએ એક ફિલ્મને છોડવા માટે નિર્દેશકની અણછાજતી માગણીને જવાબદાર ગણાવી હતી. આ વાતથી ઈન્ડસ્ટ્રીના લોકોની પોલ ખોલી નાખી હતી.
આ અંગે વાત જણાવતા પ્રિયંકા ચોપરાએ કહ્યું હતું કે મને એક દિગ્દર્શકે ફિલ્મના દ્રશ્યમાં તેના આંતરવસ્ત્રો બતાવવાનો આગ્રહ કરીને અણછાજતી માંગણી કરી હતી. પ્રિયંકા એ વખતે માંડ 19 વર્ષની હતી. તેણે ખુલાસો કરતા કહ્યું હતું કે હું ડિરેક્ટર સાથે વાત કરી રહી હતી અને તેને કહ્યું, શું તું મારી સાથે સ્ટાઈલિશ વાત કરી કપડાંના સંદર્ભમાં મારે શું જોઈએ છે એ સમજાવીશ?
જોકે, હું તેની બાજુમાં જ ઊભી હતી એ જ વખતે તેને કોઈનો ફોન આવ્યો અને ફોન ઉપાડીને કહેતો હતો કે ‘જયારે એ તેની પેન્ટી બતાવશે ત્યારે લોકો તેની મૂવી જોવા આવશે. તે ખરેખર ટૂંકી હોવી જરૂરી છે, જેથી હું જોઈ શકું. આગળ બેઠેલા લોકો તેને જોઈ શકે. આવું એ શખસે એક વાર નહીં, પરંતુ ચાર-ચાર વખત કહ્યું હતું, જે અનુભવ મારા માટે બહુ ખરાબ હતો.
આ ટિપ્પણીથી આઘાત અને નારાજ પ્રિયંકાએ સમગ્ર કિસ્સો તેની માતાને જણાવી હતી. આ વાત મેં મારી મમ્મીને કહી ત્યારે કહ્યું હતું હું તેનો ચહેરો જોવા નથી માંગતી. તું હજી નાની છે અને તે તારા વિશે આવું વિચારે છે. અહીં કોઈ પ્રગતિની શક્યતા નથી. આખરે પ્રિયંકાએ દિગ્દર્શક સાથે કામ કરવાનો ઇનકાર કરીને ફિલ્મમાંથી નીકળી જવાનું પસંદ કર્યું હતું. જોકે પ્રિયંકાએ કોઈનું નામ લીધું નહોતું.
આ પણ વાંચો : કુંભમેળાને બદલે પ્રિયંકા ચોપરા કોની ભક્તિમાં લીન થઈ
હાલમાં પ્રિયંકાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેના પુનરાગમન માટે તૈયારી કરી રહી છે. તે મહેશ બાબુ સાથે એસએસ રાજામૌલીની આગામી ફિલ્મમાં કામ કરશે. તે ઉપરાંત, હોલીવુડમાં પ્રિયંકા સિટાડેલ સીઝન 2, હેડ ઓફ સ્ટેટ અને ધ બ્લફ માં કામ કરી રહી છે. તે આલિયા ભટ્ટ અને કેટરિના કૈફ સાથે જી લે ઝારામાં પણ અભિનય કરશે, જો કે, નિર્માતાઓએ પ્રોજેક્ટ સંબંધિત કોઈ જાહેરાત નથી કરી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને