Nita Ambani wearing Tarun Tahiliani Jamewar saree

અંબાણી પરિવારના લેડી બોસ નીતા અંબાણી (Nita Ambani) અને દુનિયાના ધનવાન ઉદ્યોગપતિમાંથી એક એવા મુકેશ અંબાણી (Mukesh Ambani) અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં પહોંચ્યા હતા. સાત સમંદર પાર પણ નીતા અંબાણીએ પોતાના લૂક્સ અને સ્ટાઈલની લાઈમલાઈટ ચોરી લીધી હતી. શપથ ગ્રહણ સમારોહ પહેલાં રાખવામાં આવેલી એક પાર્ટીમાં નીતા અંબાણીએ હંમેશાની જેમ જ પોતાનો જલવો દેખાડ્યો હતો અને આ સાડીની ચર્ચા જોર-શોરથી થઈ રહી છે. ચાલો તમને આ સાડીની ખાસિયત વિશે જણાવીએ-
સોશિયલ મીડિયા પર ઈવેન્ટના વાઈરલ થઈ રહેલાં ફોટોમાં નીતા અંબાણી તરુણ તાહિલિયાનીની હેવી વર્કવાળી પહેરી હતી. આ સાડી પર ગોલ્ડ અને સિક્વન્સ એમ્બ્રોઈડરી સાતે આરી વર્ક કરવામાં આવ્યું હતું. એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર આ સાડીને 1900 કલાકનો સમય લાગ્યો હતો. આ સુંદર જામેવારની સાડીને ખૂબ જ સુંદર રીતે ડ્રેપ કરવામાં આવી હતી અને તેના ફોલો ઓન પલ્લુએ ઉપસ્થિત મહેમાનોનું ધ્યાન ખેંચ્યું હતું.

Also read: પુત્રવધુને સન્માન આપતા નીતા અંબાણી પાસેથી શીખો

નીતા અંબાણીએ સિલ્કની સાડી સાથે મેચિંગ સિલ્કનું બ્લાઉઝ પેયર કર્યું હતું જે બંધ ગળાવાળું કોલરની પેટર્નવાળું હતું. થ્રી ફોર્થ સ્લીવ્ઝવાળા આ બ્લાઉઝ પર પણ હેવી વર્ક કરવામનાં આવ્યું હતું તેના કફ પર સ્કેલપ્ડ લેસ લગાવવામાં આવી હતી. આ સાડી સાથે લેડી બોસ નીતા અંબાણીએ ચમકીલી જ્વેલરી સાથે પેયર કરી હતી, જેમાં મોતી અને ડાયમંડ્સ જડેલાં ઈયરરિંગ્સ, ફ્લાવર શેપનો બ્રેસલેટ અને નેકલેસનો સમાવેશ થાય છે.

ગ્લોસી મેકઅપ, કપાળ પર ચાંદલો અને સેન્ટર પાર્ટિશનવાળા ઓપન હેયર સાથે નીતા અંબાણીએ પોતાનો લૂક કમ્પલિટ કર્યો હતો. આ પાર્ટીના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યા છે. જેમાં મુકેશ અંબાણી પણ બ્લેક કલરના સૂટ અને બો ટાઈમાં એકદમ હેન્ડસમ લાગી રહ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને