Gold Import : આરબીઆઇએ ધનતેરસ પર આયાત કર્યું આટલું સોનું, જાણો કારણ

2 hours ago 1

નવી દિલ્હી : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પણ ધનતેરસ પર બ્રિટનથી ભારતમાં 102 ટન સોનાનું નવું કન્સાઈનમેન્ટ આયાત(Gold Import)કર્યું છે. બેંક ઓફ ઈંગ્લેન્ડમાંથી 102 ટન સોનું રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. આ અગાઉ આરબીઆઈએ મે મહિનામાં બ્રિટનમાંથી 100 ટન સોનું આયાત કર્યું હતું. સપ્ટેમ્બરના અંતે આરબીઆઈ પાસે કુલ 855 ટન સોનું હતું. જેમાંથી 510.5 ટન હવે ભારતમાં રાખવામાં આવ્યું છે.

વ્યૂહરચનામાં ફેરફાર

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનું સોનાની માંગનું આ પગલું વ્યૂહરચનામાં ફેરફાર દર્શાવે છે. જેમાં વધતા જતા ભૌગોલિક રાજકીય તણાવને કારણે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા વિદેશમાં રાખેલ તેનું સોનું ભારતમાં લાવી રહી છે. જેના લીધે સોનું સુરક્ષિત રહે.

બ્રિટનમાંથી સોનું કેવી રીતે આવે છે?

સપ્ટેમ્બર 2022 થી ભારતે 214 ટન સોનું પાછું લાવ્યું છે. જે સંપત્તિને દેશમાં લાવવાની આરબીઆઈ અને સરકારની પ્રાથમિકતા દર્શાવે છે. સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર આ અનામતને સ્થાનિક સ્તરે રાખવાથી વૈશ્વિક તણાવ વચ્ચે ફુગાવા અને અર્થતંત્રને લગતી સુરક્ષામાં વધારો થાય છે. આ સોનું બ્રિટનથી વિમાનો અને અન્ય માધ્યમો દ્વારા ગુપ્ત રીતે લાવવામાં આવે છે.

આપણ વાંચો: Gold Price Today : સોનાના ભાવમાં થયો આ ફેરફાર, જાણો લેટેસ્ટ ભાવ

મે મહિનામાં 100 ટન ગીરો સોનાનો ઓર્ડર અપાયો

મેના પ્રારંભમાં એવું નોંધવામાં આવ્યું હતું કે ભારતે યુકેમાંથી 100 ટન સોનું પહેલેથી જ પાછું મંગાવ્યું હતું. જે 1990ના દાયકા દરમિયાન એકઠું થયેલું મોટું કન્સાઇનમેન્ટ હતું. જ્યારે સરકારે બેલેન્સ ઓફ પેમેન્ટ કટોકટી દરમિયાન વિદેશી બેંકો પાસે જામીન તરીકે સોનું ગીરવે મૂક્યું હતું. જેથી વિદેશમાંથી પૈસા આવી શકે અને ભારતની અર્થવ્યવસ્થા સુધરી શકે. જો કે આજે ભારતની સ્થિતિ મજબૂત છે. આવી સ્થિતિમાં ઉદ્દેશ્ય કટોકટીની પરિસ્થિતિઓમાં તેનો લાભ લેવાને બદલે પૈસા સુરક્ષિત રાખવાનો છે.

ભારતનું ઘણું સોનું હજુ પણ ઈંગ્લેન્ડમાં

હાલમાં ભારતનો 324 ટન સોનાનો ભંડાર બેંક ઓફ ઈંગ્લેન્ડ અને બેંક ફોર ઈન્ટરનેશનલ સેટલમેન્ટની દેખરેખ હેઠળ છે. આ બંને બેંકો યુકેમાં આવેલી છે. તેના સુરક્ષિત “બુલિયન વેરહાઉસ” માટે જાણીતી બેંક ઓફ ઈંગ્લેન્ડ 1697 થી વૈશ્વિક કેન્દ્રીય બેંકો માટે કિંમતી ધાતુઓનો સંગ્રહ કરી રહી છે. જેનાથી તે લંડન બુલિયન માર્કેટના
પ્રવાહિતાનો લાભ લઈ શકે છે.

જો આપણે ભારતના વિદેશી ભંડાર પર નજર કરીએ તો સોનું હવે 9.3 ટકા છે. સોનાના ભાવમાં વધારો થયો છે ત્યારે આવું બન્યું છે. હાલમાં મુંબઈમાં તે રૂપિયા 78,745 પ્રતિ 10 ગ્રામ છે અને આવતા વર્ષે તે રૂપિયા 85,000 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચવાની અપેક્ષા છે.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article