Good News Mumbai's section  bid     velocity  and bid     work  volition  increase representation by zolo

મુંબઈઃ કેન્દ્રીય નાણાકીય બજેટમાં જાહેર પરિવહન ક્ષેત્રે રેલવેને મહત્તમ ભંડોળની ફાળવણી કરી છે ત્યારે મહારાષ્ટ્ર સાથે મુંબઈની લોકલ ટ્રેનોના નેટવર્ક અને સર્વિસમાં વધારો કરવા માટે રેલવે પ્રધાને તાજેતરમાં મહત્ત્વની વાત જણાવી હતી. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે મુંબઈની લોકલ ટ્રેનોની કાયાપલટ તો થશે, જ્યારે આગામી વર્ષોમાં ટ્રેનોની સર્વિસમાં પણ દસ ટકા વધારો થવાની ઉજ્જવળ શક્યતાઓ છે.

આ મુદ્દે રેલવે પ્રધાને વધુમાં કહ્યું હતું કે મુંબઈ લોકલ ટ્રેનની કાયાપલટ થવા જઈ રહી છે. મુંબઈ ઉપનગરીય રેલવેને અદ્યતન ઇલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ (EMU) રેક મળવા જઈ રહ્યા છે. આ જાહેરાત કરતા રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે ભવિષ્યમાં મુંબઈ લોકલ ટ્રેનનું વેન્ટિલેશન ‘વંદે ભારત એક્સપ્રેસ’ જેવું જ હશે. ટ્રેનમાં સારી વેન્ટિલેશન સુવિધાઓને કારણે પ્રવાસીઓને ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં સુખદ અનુભવ થશે.

આપણ વાંચો: વર્ષના છેલ્લા દિવસે મુંબઈની લોકલ ટ્રેનોમાં ‘ધાંધિયા’

વધુ 10 ટકા ટ્રેનની સર્વિસ વધશે

વિવિધ મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ્સ (MUTP) હેઠળ ૩૦૧ કિમી નવી રેલવે લાઈનો નાખવામાં આવી રહી છે, જેમાં કુલ ₹ ૧૬,૪૦૦ કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. વર્તમાન ૩,૦૦૦ દૈનિક ઉપનગરીય ટ્રેન સેવાઓમાં ઓછામાં ઓછો ૧૦ ટકા વધારો કરવાની યોજના છે, એમ રેલવે પ્રધાને જણાવ્યું હતું.

ટર્મિનલનું નિર્માણ કરવામાં આવશે.

લોકલ ટ્રેનો અને લાંબા અંતરની ટ્રેનોની ક્ષમતા વધારવા માટે મુંબઈ સેન્ટ્રલ, પનવેલ, પરેલ, બાંદ્રા ટર્મિનસ, LTT, કલ્યાણ અને CSMT જેવા હાલના ટર્મિનલ્સની ક્ષમતા વધારવામાં આવશે. તેમ જ પરેલ, જોગેશ્વરી અને વસઈમાં નવા ટર્મિનલ વિકસાવવામાં આવશે.

આપણ વાંચો: Christmas Gift: 31 ડિસેમ્બરના મુંબઈમાં લોકલ ટ્રેનો 24 કલાક દોડશે

લોકલ ટ્રેનની સેવાઓ વધારવા તેમ જ સર્વિસ હેડવે (ટ્રેનો વચ્ચેનો સમય) ઘટાડવા માટે ‘કવચ’ ૪.૦ જેવી અદ્યતન સુરક્ષા અને સિગ્નલિંગ સિસ્ટમનો અમલ કરવામાં આવશે. આનાથી ટ્રેનો વચ્ચેનો સમય ૧૮૦ સેકન્ડથી ઘટીને ૧૫૦ સેકન્ડ અને બાદમાં ૧૨૦ સેકન્ડ થઈ જશે. મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર અંગે વૈષ્ણવે કહ્યું કે ૩૪૦ કિલોમીટરનું કામ પૂર્ણ થઈ ગયું છે. અંડરસી ટનલનું બાંધકામ સંતોષકારક ગતિએ ચાલી રહ્યું છે.

મુંબઈના 29 સ્ટેશનનો કરાશે પુનર્વિકાસ

અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 132 સ્ટેશનન પુનઃવિકાસ કરવામાં આવી રહ્યો છે, જેમાં મુંબઈના 29 સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વધુમાં, મહારાષ્ટ્ર સરકાર, રેલ્વે મંત્રાલય અને ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) વચ્ચે ત્રિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જેથી રેલ્વે પ્રોજેક્ટ્સને વેગ મળશે. આ કરાર હેઠળ, આરબીઆઈ મહારાષ્ટ્રના રેલ્વે પ્રોજેક્ટ માટે તેનો 50 ટકા હિસ્સો સૌપ્રથમ રિલીઝ કરશે, જે બાદમાં રાજ્ય સરકાર દ્વારા ચુકવવામાં આવશે.

આપણ વાંચો: આનંદો! મુંબઇગરાને 300 નવી લોકલ ટ્રેનો મળશે

મહારાષ્ટ્રને રેકોર્ડ બ્રેક ભંડોળની ફાળવણી

અહીં એ જણાવવાનું કે નાણાકીય બજેટમાંથી ભારતીય રેલવેની ફાળવણી અંગે રેલવે પ્રધાને કહ્યું હતું કે આ વખતે મહારાષ્ટ્રને રેકોર્ડ ૨૩,૭૭૮ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, જે કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર દ્વારા ફાળવવામાં આવેલી રકમ કરતાં ૨૦ ગણી વધારે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને