3 mishap  incidental  successful  Gujarat 6 died implicit    10 injured

Gujarat Accident: રાજ્યમાં જીવલેણ અકસ્માતનો (fatal accidents successful gujarat) સિલસિલો યથાવત્ છે. ત્રણ અલગ અલગ ઘટનામાં કુલ 6 લોકોના મોત અને 10થી વધુ ઘાયલ થયા હતા. દેવગઢ બારિયાનાં તોયણી ગામે બે બાઇક (bike collison) વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે યુવકનાં સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા. મૃતક ત્રણેય પિતરાઈ ભાઈઓ હતા. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે (ahmedabad-vadodara expressway) પર કારનું ટાયર ફાટતાં (tyre burst) ડિવાઇડર કૂદીને સામેની તરફથી આવતાં ટ્રક સાથે અથડતાં ત્રણ લોકોના મોત તથા બે લોકો ઘાયલ થયા હતા. જ્યારે બગોદરા-વટામણ હાઈવે પર બસ ટ્રક સાથે અથડતાં 10 મુસાફરો ઘાયલ થયા હતા.

દાહોદ જિલ્લાનાં દેવગઢ બારિયા તાલુકાનાં તોયણી ગામે રંધીકપુર રોડ પર પૂરઝડપે આવતી બે બાઇક ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં બાઇક સવાર એક યુવકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે, અન્ય યુવકને ઇજાઓ થતાં વડોદરા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં દાખલ પાંચ પૈકી બે યુવકનાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

સૌરાષ્ટ્ર પંથકમાં પણ મોટો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત બગોદરા-વટામણ હાઈવે ઉપર થયો હતો. જ્યાં તારાપુર ચોકડી નજીક ખાનગી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં 10 મુસાફરો ઘાયલ થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સુરતથી જુનાગઢ જતી લક્ઝરી બસના ડ્રાઈવરને ઝોકું આવી જતાં બસ આગળ જતી ટ્રકની પાછળ ધડાકાભેર અથડાઈ હતી.

Also Read – Accident: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કારનું ટાયર ફાટતાં ટ્રક સાથે અથડાઈ, એક જ પરિવારના 3નાં મોત

રાજસ્થાનમાં લગ્નમાં હાજરી આપીને સુરત જતા પરિવારની કારનો અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માત થયો હતો. જેમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા હતા. નડીયાદ રૂરલ પોલીસે જણાવ્યું કે, ખેડા જિલ્લામાંથી પસાર થતાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કાર ડિવાઈડર કૂદીને કેન્ટનર ટ્રક સાથે અથડાઈ હતી. રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. રાજસ્થાનમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપ્યા બાદ બિલોદ્રા ગામ પાસેથી આ પરિવાર કાર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ટાયર ફાટતાં ડ્રાયવરે સ્ટીયરિંગ પરથી નિયંત્રણ ગુમાવતાં કાર ડિવાઈડર કૂદીને સામેની તરફથી આવતાં ટ્રક સાથે અથડાઈ હતી. ઘટનામાં એક મહિલા અને બે પુરુષના ઘટના સ્થળે મોત થયા હતા. ત્રણેય સુરતના રહેવાસી હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને